નવી દિલ્હી : કેન્દ્રિય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા વિધીવત રીતે આજે શરૂ કરી દેવાઇ હતી. પરંપરા મુજબ હલવા વિતરણની સાથે બજેટ દસ્તાવજનુ પ્રકાશન શરૂ કરી દેવામાં આવ્યુ છે. હવે બજેટ રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી આશરે ૧૦૦ લોકો નોર્થ બ્લોકમાં રહેશે. આ તમામ કર્મચારીઓ બહાર નિકળી શકશે નહીં. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ખુબ જ સંવેદનશીલ અને ગુપ્ત હોય છે. જેથી આ દસ્તાવેજા કોઇ પણ રીતે લીક ન થાય તે માટે આયોજન કરવામાં આવે છે. આ વખતે નાણાંપ્રધાન અરૂણ જેટલી અસ્વસ્થ હોવાના કારણે હાલમાં મેડિકલ ચેક અપ માટે અમેરિકા પહોંચેલા છે.
આવી સ્થિતીમાં હલવા પરંપરામાં ભાગ લઇ શક્યા ન હતા. તેમની જગ્યાએ નાણાં રાજ્ય પ્રધાન શિવ પ્રતાપ શુક્લા હાજર રહ્યા હતા. હલવા વિતરણની સાથે જ બજેટ દસ્તાવેજાના પ્રકાશનની શરૂઆત કરવામાં આવી હતી. હવે ૧૦૦ કર્મચારીઓ નોર્થ બ્લોકમાં જ રહેશે. બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આને લઇને આજે તૈયારી શરૂ ઇ હતી. જેટલી કહી ચુક્યા છે કે તેઓ બિલકુલ સ્વસ્થ છે અને વચગાળાનુ બજેટ રજૂ કરવાની સ્થિતીમાં છે.
જો કે મેડિકલ ચેક અપ માટે હાલમાં અમેરિકામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેનુ અંતિમ બજેટ રજૂ કરનાર છે. બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા જાહેર કરવામાં આવી શકે છે. હલવા વિતરણના કાર્યક્રમમાં તમામ આર્થિક નિષ્ણાંતો હાજર રહ્યા હતા. જેમાં આર્થિક સચિવનો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે જેટલી કેવા પ્રકારનુ બજેટ રજૂ કરે છે તે બાબત પણ દેશના તમામ સામાન્ય લોકો અને કોર્પેરેટ જગત તેમજ ઉદ્યોગપતિઓની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.