નવીદિલ્હી : નાણાંપ્રધાન નિર્મલા સીતારામન આવતીકાલે શુક્રવારના દિવસે અનેક પ્રકારની અપેક્ષા-આશા વચ્ચે નવી સરકારનુ પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણાંપ્રધાન એવા સમયમાં બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે જ્યારે ઓછા વિકાસ દર, રોજગારીમાં કમી, બચત અને ઉપયોગમાં ઘટાડા, મોનસુનની ખરાબ શરૂઆત, વૈશ્વિક સુસ્તી અને ટ્રેડ વોરને લઇને પડકારો વધી ગયા છે. બજેટના સૂચિત પગલા નીચે મુજબ છે.
- પ્રચંડ બહુમતિ સાથે મોદી સરકાર સતત બીજી અવધિ માટે સત્તામાં આવ્યા બાદ બજેટમાં મધ્યમવર્ગને ઘણી બધી રાહતો મળી શકે છે
- ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ દેખાઇ રહી છે
- ત્રણ લાખ સુધીની આવક ટેક્સ મુક્ત કરવામાં આવી શકે છે
- કંપની કરના દરમાં ઘટાડો કરે તેવી પણ સંભાવના રહેલી છે
- બચત સાધનોમાં મૂડીરોકાણની મર્યાદાને વધારવામાં આવી શકે
- વ્યક્તિગ કરદાતાઓને રાહતો આપવામાં આવી શકે છે
- કોર્પોરેટ દ્વારા મૂડીરોકાણને પ્રોત્સાહન અપાઈ શકે છે
- આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે
- આરોગ્ય વીમામાં મૂડીરોકાણ મર્યાદામાં મુક્તિ વધી શકે છે
- કોરસેક્ટરના ભાગરૂપે ટેક્સ બચત માળખામાં સુધારો કરાશે
- હાઉસિંગ લોનની ફેર ચુકવણી ઉપર ટેક્સ મુક્તિ મર્યાદામાં વધુ સુધારો કરવામાં આવી શકે છે
- કોર્પોરેટ અથવા તો વ્યક્તિગતો ઉપર સરચાર્જના રેટમાં સુધારો નહીં કરાય
- સંરક્ષણ ક્ષેત્રની ફાળવણીમાં ૧૦ ટકા સુધીનો વધારો થઇ શકે છે
- જીએસટીના અમલીકરણ બાદ પડેલી તકલીફોને લઇને કેટલીક જાહેરાત થઇ શકે છે
- ડ્યુટી માળખાને વધુ તર્કસંગત બનાવવામાં આવી શકે છે
- મોટી વયના લોકો ઉપર પણ યુવાનોની સાથે-સાથે ધ્યાન આપવાની જરૂર છે
- બજેટમાં વધુ ફાળવણી મોટી વયના લોકો માટે કરવા રજુઆત કરવામાં આવી
- મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા બજેટમાં જાહેરાત થઇ શકે છે
- મેક ઇન ઇÂન્ડયાને વધુ ઝડપી બનાવાશે
- ૨૫ મોટા સેક્ટર ઓળખી કાઢવામાં આવ્યા છે તે પૈકી એક સેક્ટર લેધર સેક્ટર પણ છે
- માઇક્રો અને નાના ઉદ્યોગો દ્વારા લેધર શૂઝ બનાવવામાં આવે છે જેથી રાહત આપી શકાય છે
- બજેટમાં ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા ઘણી પહેલ થશે
- એલટીએ અને એલટીસીના સ્કોપને વધુ વિસ્તૃત કરાશે
- ટેક્સ બેનિફિટના હેતુથી પ્રવાસ ઉપરાંત અન્ય હોટલો અને બીજા ખર્ચાઓને સામેલ કરાશે
- નરેન્દ્ર મોદી ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા ઇચ્છુક દેખાઈ રહ્યા
- જુદા જુદા પ્રદેશોમાં વિકાસની ગતિને ઝડપી કરાશે
- વ્યક્તિગતોને કેટલીક ટેક્સ રાહતો પણ આપવા માટે નાણામંત્રીની તૈયારી
- ભારતીય યુનિવર્સિટી અને રિસર્ચ સંસ્થાઓમાં એડવાન્સ અભ્યાસક્રમ તૈયાર કરવા ઉદ્યોગ-શૈક્ષણિક સહકારને મહત્વ
- મજબૂત ટેલેન્ટપુલ વિકસિત કરવાની જરૂરીયાત પર ભાર મુકવામાં આવી શકે
- કુશળતાને અપગ્રેડ કરવા વિદેશ જવાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોકવા માટે પ્રયાસ
- બાયો ટેકનોલોજીમાં મૂડીરોકાણ પર વેન્ચર કેપિટલ ફંડની રચનાને પ્રોત્સાહન મળી શકે છે
- ડાયનેમિક એજ્યુકેશન અભ્યાસક્રમ જે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ રહે તેવા અભ્યાસક્રમની જરૂર
- ઇનોવેટિવ ટેલેન્ટ સો‹સગ તરફ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા
- સ્થાનિક બજારને ટેકો આપવા માટે પીસી અને મોબાઇલ કંપનીઓ તેમની માંગ કરી ચુકી છે
- બજેટમાં સિનિયર સિટીઝનો માટે કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ જાહેર કરવામાં આવે તેવી વકી
- નાગરિકોને હેલ્થ ઇન્સ્યોરન્સ કવર હેઠળ આવરી લેવાથી આધાર ઘટી જશે
- સર્વિસ ટેક્સમાંથી મુક્તિની માંગ કરવામાં આવી
- સેક્ટરમાંથી શિપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મનેરગામાં રહેલા લોકોને રાહત આપવાની માંગ
- હેન્ડીક્રાફ્ટ નિકાસને સ્પર્ધા વચ્ચે રાહત મળે તેવી માંગ કરવામાં આવી
- માર્કેટ ડેવલપમેન્ટ સહાય સ્કીમ અને એમએાઇ હેઠળ ફાળવણીને વધારી દેવાની માંગ કરાઇ
- સ્ટાર્ટ અપને ટેક્સ રાહત આપવાની માંગ કરાઇ
- સ્ટીલ સેક્ટરમાં મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવાની માંગ
- ડિઝળ કારના ઉપયોગ પર પ્રદુષણ સેસ લાગુ કરવાની માંગ
- કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાની માગ
- ફ્યુઅલ પ્રાઇઝની કિંમત ઘટાડીને અચ્છે દિનના અનુભવ કરાવવાની માંગ
- સુપર રીચ લોકો પર વધારે ટેક્સ લાગુ કરીને કેટલીક રાહત સામાન્ય લોકોને આપવા માટેની પહેલ થઇ શકે છે