નવી દિલ્હી : પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ થનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્તમાન સરકારના અંતિમ બજેટમાં બેકિંગ ક્ષેત્રે પણ કેટલાક નવા પગલા લેવામાં આવી શકે છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી સતત છઠ્ઠી વખત સામાન્ય બજેટ રજૂ કરનાર છે.બજેટમાં બેકિંગ ક્ષેત્રને લઇને કેટલીક બાબતો પર ધ્યાન આપી શકાય છે તે નીચે મુજબ છે
- બજેટમા જાહેર ક્ષેત્રના ધિરાણ આપનાર માટે વધુ રાહત મળી શકે છે.સાથે સાથે ક્રેડિટ ગ્રોથને વધારવા માટે વધારાની મૂડી બેંકિંગ સેક્ટરમાં ઠાલવવામાં આવી શકે છે
- આ વખતે ક્રેડિટ ડિમાન્ડમાં વધારો કરવામાં આવી શકે છે જેના લીધે આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી આવી શકે છે
- નવા બેકિંગ સુધારા પર કેટલીક પહેલ કરવામાં આવે તેવી પણ સંભાવના દેખાઇ રહી છે
- બેકિંગ ક્ષેત્રની સ્થિતીને મજબુત કરવા અને લોકોના વિશ્વાસને જાળવી રાખવા માટે પહેલ કરવામાં આવશે
- બેકિંગ કર્મચારીઓની નારાજગીને દુર કરવા માટે પણ સુચિત પગલા લેવામાં આવી શકે છે
- જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ નાણાં ઠાલવવા માટે પહેલ કરાશે