નવી દિલ્હી : નાણાંપ્રધાન નિર્મલા સીતારમન રોજગારીને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ જાહેરાત કરી શકે છે. ખાસ કરીને મહિલા રોજગારીને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલા જાહેર કરવામાં આવી શકે છે. વધુ સંખ્યામાં મહિલા કર્મચારીઓને નોકરી આપનાર કંપનીઓ માટે કેટલીક રાહત આપવામાં આવી શકે છે. સંસદમાં પાંચમી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટમાં મહિલા વર્કરો માટે લાગૂ પડતી સ્કીમ માટે યોગદાન યોજનામાં પણ રાહત આપવામાં આવી શકે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરવામાં આવેલી મહિલા વર્કરો માટેની સ્કીમમાં રાહત મળી શકે છે.કેન્દ્રીય બજેટમાં આને લઇને પણ જાહેરાત થઇ શકે છે. બજેટને લઇને મહિલાઓ પણ અનેક અપેક્ષા રાખે છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more