નવી દિલ્હી : કેન્દ્રિય બજેટ આડે વધારે દિવસો રહ્યા નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા બજેટ તૈયાર કરવાની કવાયત જોરદાર રીતે જારી રાખી છે. વર્તમાન સરકાર તેની અવધિમાં અંતિમ બજેટ રજૂ કરનાર છે. બજેટને લઇને જુદી જુદી રજૂઆત કરવામાં આવી રહી છે. જુદા જુદા વિભાગો અને ક્ષેત્રો તરફથી સતત રજૂઆત કરવામાં આવી રહી છે. હવે ભારતીય મુળના ૬૦ અર્થશાસ્ત્રીઓએ કેન્દ્રિય નાણાં પ્રધાનને પત્ર લખીને જારદાર રજૂઆત કરી હતી. જેમાં અર્થશા†ીઓ દ્વારા માતૃત્વ લાભને વધારી દેવા અને પેન્શનની રકમને વધારી દેવાની પણ માંગ કરી છે. જેટલીને વર્ષ ૨૦૧૭માં પણ પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યુ છે કે સામાજિક સુરક્ષાની યોજના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.બજેટમાં વર્ષ ૨૦૧૭ની જેમ જ રજૂઆત કરી રહ્યા છીએ તેમ અર્થશાસ્ત્રીઓ દ્વારા કહેવામાં આવ્યુ છે.
ભલામણમાં એવી માંગ પણ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટના ૨૮મી નવેમ્બર ૨૦૧૮ના આદેશ મુજબ લાભાર્થીને પેન્શન અને લાભ રકમ પ્રતિ મહિને સાતમી તારીખે મળી જાય તે જરૂરી છે. સામાજિક સરક્ષા યોજના પર ધ્યાન આપવાની જરૂર છે. આ યોજના હેઠળ દેશભરમાં વરિષ્ઠ નાગરિકોને પેન્શન આપવામાં આવે છે. રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્સન યોજનામાં કેન્દ્ર સરકારની હિસ્સેદારી ૨૦૦૬થી ૨૦૦ રૂપિયા પ્રતિ મહિના રહેલી છે. પત્ર મુજબ આ બાબત યગ્ય નથી. કેન્દ્ર સરકારનુ યોગદાન આમાં વહેલી તકે ૫૦૦ રૂપિયા કરવામાં આવે તે જરૂરી છે. વિધવા પેન્શનમાં હિસ્સેદારી ૩૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦ રૂપિયા પ્રતિ મહિના કરવાની વાત કરવામાં આવી છે. માતૃત્વ લાભને લઇને પણ રજૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ખાદ્યાન સર૭ા કાનન ૨૦૧૩ હેઠળ માતૃત્વ લાભની રકમ ૬૦૦૦ રૂપિયા પ્રતિ બાળક હતી. અર્થશાસ્ત્રીઓની રજૂઆત છે કે તેને પણ વધારી દેવામાં આવે તે જરૂરી છે. કેન્દ્ર અને રાજ્યો દ્વારા આપવામાં આવતી હિસ્સેદારી વધારી દેવાની રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં ભારતીય મુળના ૬૦ અર્થશાસ્ત્રીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બજેટ આડે હવે વધારે સમય નથી ત્યારે જુદા જુદા વિભાગો દ્વારા પોત પોતાની રજૂઆત કરવામાં આવી રહી છે.ખેડુતોની નારાજગીને ધ્યાનમાં લઇને કેટલીક જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઇ હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ જેવા રાજ્યો ભાજપના હાથમાંથી નિકળી ગયા છે. આવી સ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકાર સાવધાનીપૂર્વક બજેટ રજૂ કરવા માટે ઇચ્છકુ છે. ખાસ કરીને ખેડુતોને રાહત આપવામાં આવે તેમ માનવામાં આવે છે.