મુંબઇ : BSNL એ પોતાના ગ્રાહકો માટે ઘણા નવા રિચાર્જ પ્લાન શરૂ કર્યા છે, જેમાં લાંબી વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને સસ્તા ડેટા પેક જેવા ફાયદાઓ મળે છે. ઘણા લોકોએ પ્રાઈવેટ કંપનીઓના મોંઘા રિચાર્જ પ્લાનના કારણે જુલાઈમાં બીએસએનએલનું સિમકાર્ડ લઈ લીધું હતું. સરકારની આ ટેલીકોમ કંપનીએ આખા દેશમાં ૪ય્ સેવા શરૂ કરવાની તૈયારી કરી લીધી છે અને ઘણા રાજ્યોમાં ૪ય્ પહેલાથી ચાલી રહ્યું છે. મ્જીદ્ગન્મા ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે જેમાં અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સાથે ડેટા પણ મળે છે. તેમાંથી એક ખાસ પ્લાન છે ૯૯૭ રૂપિયાવાળો, જેમાં તમને ૧૬૦ દિવસ સુધીની વેલિડિટી અને કુલ ૩૨૦GB ડેટા મળે છે. આ પ્લાનમાં રોજનું 2GBહાઈ સ્પીડ ડેટા અને ૧૦૦ ફ્રી એસએમએસ મળે છે, તેના સિવાય, તમે કોઈ પણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ અને આખા દેશમાં ફ્રી રોમિંગનો ફાયદો ઉઠાવી શકો છો. આ પ્લાનમાં હાર્ડી ગેમ્સ, જિંગ મ્યૂઝિક અને BSNLટ્યૂન્સ જેવી ઘણી સારી સુવિધાઓ પણ મળે છે. બીએસએનએલ માત્ર 4G પર જ ધ્યાન આપી રહ્યું નથી, પરંતુ હવે ૫ય્ સેવા શરૂ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. સરકારી ટેલીકોમ કંપનીએ ૪ય્ સેવા માટે તમામ ટેલીકોમ વિસ્તારોમાં ઘણા નવા મોબાઈલ ટાવર લગાવ્યા છે અને ૫ય્ નેટવર્કનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. આશા છે કે બીએસએનએલ આવનાર મહીનાઓમાં ૫ય્ સેવા પણ શરૂ કરી દેશે. તેના સિવાય, દિલ્હી અને મુંબઈમાં સ્દ્ગન્ના ગ્રાહકોને જલ્દીથી ૪ય્ની સેવા મળી જશે કારણ કે સ્દ્ગન્ એ બીએસએનએલના 4G ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. બુધવારે (૧૪ ઓગસ્ટ, ૨૦૨૪) મળેલી બોર્ડ મીટિંગમાં આ જાહેરાત કરવામાં આવી. ૧૦ વર્ષના સેવા કરારમાં ઓછામાં ઓછા ૬ મહિનાની નોટિસ સાથે પરસ્પર રદ કરવાની જાેગવાઈ છે. આ ભાગીદારીથી દેશના મૂડી અને આર્થિક કેન્દ્રમાં મોટા પાયે ગ્રાહકોને સીધો ફાયદો થવાની અપેક્ષા છે.