BSH એ સૌથી વધુ સ્ટોરેજ કેપેસીટીવાળા સ્માર્ટ કૂલિંગ સાથે 540L અને 640L વેરિઅન્ટ્સના ફ્રીઝર રેફ્રિજરેટર લોન્ચ કર્યા

Rudra
By Rudra 4 Min Read

હોમ એપ્લાયન્સ ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી BSH Hausgeräte GmbH ની પેટાકંપની, BSH હોમ એપ્લાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડે 540L અને 640L ક્ષમતાઓ ધરાવતી તેની નવી XXL ટોપ ફ્રીઝર રેફ્રિજરેટર રેન્જ લોન્ચ કરી. આ નવીનતમ ઓફર, આધુનિક ભારતીય ઘરોની સ્ટોરેજની બદલાતી માંગને પૂર્ણ કરીને બોશના ઉચ્ચ-ક્ષમતાવાળા ક્ષેત્રમાં વિસ્તરણને ચિહ્નિત કરે છે. સુવિધા સાથે સમાધાન કર્યા વિના વધુ સ્ટોરેજની જરૂર હોય તેવા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવેલ આ નવી રેન્જ અજોડ જગ્યા, સુગમતા અને શ્રેષ્ઠ કુલિંગ પ્રદાન કરે છે.

સૌથી વધુ રેફ્રિજરેશન સ્પેસ

આધુનિક ભારતીય ગ્રાહક માટે તૈયાર કરવામાં આવેલ આ પ્રીમિયમ રેફ્રિજરેટર્સ 77:23 ફ્રીજ-ટુ-ફ્રીઝર રેશિયો (સ્પર્ધકોમાં પ્રમાણભૂત 70:30 રેશિયો વિરુદ્ધ) ધરાવે. સૌથી વધુ રેફ્રિજરેશન સ્પેસ ધરાવવાની સાથે તે ભારતીય જીવનશૈલી, જ્યાં તાજા ખોરાકનો સંગ્રહ પ્રાથમિકતા ધરાવે છે, માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે. તાજા ઉત્પાદનો, ડેરી ઉત્પાદનો, ફળ-શાકભાજી વગેરે સંગ્રહિત કરવા માટે આદર્શ – તે વિવિધ ભારતીય ઘરોની જરૂરિયાતો પુરી કરે છે.

મલ્ટી એરફ્લો સિસ્ટમ

બધા ખાનાઓમાં પર એકસમાન ઠંડક સુનિશ્ચિત કરે છે, ખોરાકને સમાન રીતે ઠંડુ રાખે છે.

એરફ્રેશ ફિલ્ટર

કમ્પાર્ટમેન્ટ વચ્ચે ગંધના સ્થાનાંતરણને અટકાવે છે, સંગ્રહિત ખોરાકના મૂળ સ્વાદ અને તાજગીને જાળવી રાખે છે.

વીટાફ્રેશ પ્લસ ટેકનોલોજી

ફળો અને શાકભાજીને 2 ગણા લાંબા સમય સુધી તાજા રાખે છે, ખોરાકનો બગાડ અને વારંવાર કરિયાણાની દુકાને જવાની જરૂરિયાત ઘટાડે છે.

ડ્યુઅલ કૂલિંગ સિસ્ટમ

ફ્રિજરેટર અને ફ્રીઝરમાં સ્વતંત્ર તાપમાન નિયંત્રણ સક્ષમ કરે છે—ગંધ ભળતી નથી અને શ્રેષ્ઠ કૂલિંગ પ્રદાન કરે છે.

વિસ્તૃત કૂલિંગ રીટેન્શન

14 કલાક સુધી (640L મોડેલ)
13 કલાક સુધી (540L મોડેલ)
પાવર કટ દરમિયાન ઠંડક જાળવી રાખે છે—વારંવાર લાઈટ જતી હોય તેવા વિસ્તારોમાં માનસિક શાંતિ માટે સામાન્ય રીટેન્શન સમય કરતાં વધુ પ્રદાન કરે છે.
આ લોન્ચ પર ટિપ્પણી કરતા, BSH હોમ એપ્લાયન્સિસના MD અને CEO સૈફ ખાને જણાવ્યું હતું કે, “BSH ખાતે, અમે ફક્ત ગ્રાહકોની જરૂરિયાતોને જ પૂર્ણ કરી રહ્યા નથી – અમે તેમની આકાંક્ષાઓ પણ પૂર્ણ રહ્યા છીએ. Bosch XXL ટોપ ફ્રીઝર રેન્જનું લોન્ચિંગ નવી પેઢીના ભારતીય પરિવારો માટે છે, જેઓ તેમના ઉપકરણોમાં વધુની અપેક્ષા રાકે છે: એટલે કે વધુ જગ્યા, વધુ કાર્યક્ષમતા અને વધુ બુદ્ધિશાળી ડિઝાઇન. જેમ જેમ બજાર પ્રીમિયમાઇઝેશન તરફ સતત આગળ વધી રહ્યું છે, તેમ તેમ અમારું ધ્યાન એવા ઉત્પાદનોના નિર્માણ પર રહે છે જે અર્થપૂર્ણ નવીનતા અને અદભુત પ્રદર્શન દ્વારા રોજિંદા જીવનને બેહતર બનાવે છે. આ લોન્ચ ભારતમાં કૂલિંગ ટેકનોલોજીમાં નવા માનકો સ્થાપિત કરવા અને આધુનિક રસોડાના ભવિષ્યને આકાર આપવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.”

શ્રેષ્ઠ કામગીરી ઉપરાંત, આ રેન્જ તેની આકર્ષક, જર્મન-એન્જિનિયર્ડ ડિઝાઇન અને કાર્યક્ષમતા સાથે શૈલીના મિશ્રણના કારણે ખાસ છે. ડિઝાઇન સંબંધિત મુખ્ય સુવિધાઓમાં ગોઠવણી માટે વધુ અનુકૂળતા માટે રીવર્સીબલ ડોર, આકર્ષક LED ડિસ્પ્લે, સફાઈની જરૂર ઓછી પડે તે માટે એન્ટિ-ફિંગરપ્રિન્ટ ફિનિશ અને કસ્ટમ સ્ટોરેજ કન્ફીગ્રેશન માટે ફિક્સેશન હુક્સ સાથે એડજસ્ટેબલ ગ્લાસ શેલ્ફનો સમાવેશ થાય છે. આકર્ષક LED લાઇટિંગથી બધું સ્પષ્ટ દેખાય છે, જે રોજિંદા ઉપયોગને અનુકૂળ અને કાર્યક્ષમ બનાવે છે.

એક ઇન્ટેલીજન્ટ ઇન્વર્ટર કોમ્પ્રેસરથી સજ્જ, બોશ XXL ટોપ ફ્રીઝર્સ વીજળીની બચત સુનિશ્ચિત કરવાની સાથે સતત ઠંડક પ્રદાન કરે છે. 10-વર્ષની કોમ્પ્રેસર વોરંટી સાથે, આ રેન્જ લાંબા સમય સુધી ટકી રહેતી ગુણવત્તા, અદ્યતન ટેકનોલોજી અને ગ્રાહક-કેન્દ્રિત નવીનતા પ્રત્યે બોશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સ્ટોરેજ અને તાજગીને ફરીથી વ્યાખ્યાયિત કરીને, આ રેન્જ ગ્રાહકોને તેમના રસોડામાં રેફ્રિજરેશનનો અનુભવ કરવાની રીતને બદલવા માટે તૈયાર છે. અને લોન્ચની ઉજવણી કરવા માટે, અમે ₹10,000 સુધી 10% નું વિશિષ્ટ પ્રારંભિક કેશબેક ઓફર કરી રહ્યા છીએ. આ ઉત્પાદન મે, 2025 માં લોન્ચ થવાનું છે અને દેશભરના બોશ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.

Share This Article