રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 પર 5280 કિલોમીટરની મુસાફરી કરવાના તેમના નોંધપાત્ર પ્રયાસમાં BSF સીમા ભવાની ટીમે આજે ગાંધીનગરને પાર કર્યું હતુ. રોયલ એન્ફિલ્ડના સહયોગથી આયોજિત, સીમા ભવાની શૌર્ય અભિયાન “એમ્પાવરમેન્ટ રાઇડ – 2022″ને, 8 માર્ચે ઈન્ડિયા ગેટ, નવી દિલ્હીથી લીલી ઝંડી આપવામાં આવી હતી અને સવારોએ ઉદયપુરથી 14મીએ ગાંધીનગર પહોંચવા માટે 248 કિલોમીટરથી વધુની મુસાફરી કરી હતી.
દેશના વિકાસમાં મહિલાઓની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં બળના પ્રયાસોની પ્રશંસા કરતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી રાઈડને લીલી ઝંડી આપી હતી. બીએસએફ સીમા ભવાની શૌર્ય એક્સપીડિશન એમ્પાવરમેન્ટ રાઈડ 2022 થકી મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહ, જૂની ઘરેડ અને ભેદભાવને દૂર કરવા માટે ભાર આપીને મહિલાઓની ક્ષમતાઓ વિશે જાગૃતિને સપાટી પર લાવવાનો પ્રયાસ છે. એક્સપીડિશન મહિલાઓની સિદ્ધિની પણ ઉજવણી છે અને મહિલાઓની હકારાત્મક દ્રષ્ટિગોચરતા મજબૂત બનાવવાનું લક્ષ્ય છે, જેથી દેશભરમાં યુવતીઓ અને મહિલાઓને રાષ્ટ્રના ભવિષ્યના આકાર આપવામાં મુખ્ય ભૂમિકા લેવા માટે તેઓ આગળ આવે.
એશિયામાં સૌથી સ્વચ્છ શહેર તરીકે જાણીતું, ગાંધીનગર એ સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે સ્થિત ગુજરાતનું વહીવટી પાટનગર છે. આ એક અનોખું શહેર છે, જે ઇતિહાસ અને સંસ્કૃતિનું સુમેળભર્યું મિશ્રણ છે. આ ટુકડી તેમના પ્રવાસમાં 750 કિલોમીટરથી વધુનું અંતર કાપીને નાસિક થઈને કેવડિયા અને પછી પુણે પહોંચશે.એક્સપીડિશન તે પછી સોલાપુર, હૈદરાબાદ, અનંતાપુર, બેન્ગલોર, સાલેમ, મદુરાઈ અને કન્યાકુમારી જેવાં મુખ્ય શહેરોમાં પહોંચીને 28 માર્ચ, 2022ના રોજ ચેન્નાઈમાં તેના આખરી સ્થળે પહોંચશે.