મુંબઇ : મોડલમાંથી અભિનેત્રી બનેલી બ્રાઝિલિયન મોડલ બ્રુના અબ્દુલ્લા ફિલ્મો કરતા સોશિયલ મિડિયા પર પોતાની બોલ્ડ અને સેક્સી ઇમેજના કારણે વધારે જાણીતી બની ગઇ છે. તેના સેક્સી ફોટો સતત સોશિયલ મિડિયા પર છવાતા રહે છે. તે વર્ષ ૨૦૦૭થી બોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે. હાલમાં જ બ્રુનાએ ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન યોજીને ચર્ચા જગાવી હતી.
આ સેશન દરમિયાન બ્રુનાએ સેક્સ અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યા હતા. છેલ્લા ૧૧ વર્ષથી બોલિવુડમાં હોવા છતાં તે અપેક્ષા કરતા ઓછી સફળતા હાસલ કરી શકી છે. ખુબ ઓછા લોકો જાણે છે કે બ્રાઝિલિયન મોડલ બ્રુના અબ્દુલ્લાએ અનુભવ સિંહાની ફિલ્મ કૈશ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે રહમ કરે નામનુ આઇટમ સોંગ કરીને ચર્ચા જગાવી હત.
ત્યારબાદ તે આઇ હેટ લવ સ્ટોરીમાં ચમકી હતી. દેશી બોયમાં પણ તે આઇટમ સોંગમાં નજરે પડી હતી. બ્રુનાએ ગ્રાન્ડ મસ્તીમાં, જય હો મસ્તીજાદે અને તમિળ ફિલ્મ બિલ્લા-૨માં ભૂમિકા અદા કરી હતી. શુ તમે વર્જિન છો કે કેમ તે અંગે પુછવામાં આવતા બ્રુનાએ જવાબમાં કહ્યુ હતુ કે તે વર્જિન નહી બલ્કે સ્કોર્પિયન છે. એટલે કે નારાજ થવાના બદલે બ્રુનાએ મજાકમાં તેને પોતાની રાશી દર્શાવી દીધી છે. સાથે સાથે જવાબ ટાળી દીધો છે. બ્રુનાને એક યુઝર્સ દ્વારા કાસ્ટિંગ કાઉચ અંગે પ્રશ્નો કર્યા છે. જેના જવાબમાં બ્રુનાએ મજાકમાં કહ્યુ છે કે સ્વાભાવિક રીતે કાસ્ટિંગ કાઉચ થાય છે.
બ્રુના માને છે કે બોલિવુડમાં હાલમાં તમામ કલાકારો વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. તે હિન્દીની સાથે સાથે અન્ય તમામ ભાષાની સારી ફિલ્મ કરવા માટે આશાવાદી છે.