અમદાવાદમાં BRTS બસો છેલ્લા પાંચ વર્ષમાં આવક અને ખર્ચની તુલના કરતા ખોટના રસ્તે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદની પ્રજાને ટ્રાન્સપોર્ટની સુવિધા મળી રહે તે માટે કરોડોના ખર્ચે નિર્માણ થયેલી બીઆરટીએસમાં આમદની અઠ્ઠની,ખર્ચા રુપૈયા જેવી દશા થઇ છે. બીઆરટીએસમાં આવક કરતાં બમણો ખર્ચ થઇ રહ્યો છે જેના લીધે કરોડોની ખોટનો ધંધો કરવામાં આવી રહ્યો છે.

મ્યુનિ.કોર્પોરેશનમાં એક તરફ,એએમટીએસ પણ ખોટ કરી રહી છે જયારે હવે બીઆરટીએસ પણ ખોટનો ધંધો કરવા માંડી છે. શહેરમાં ખાનગી વાહનોની સંખ્યા દિનપ્રતિદીન વધી રહી છે ત્યારે બીઆરટીએસ,એએમટીએસ પણ વધતી જતી રિક્ષાઓ સામે આર્થિક ઝીંક ઝિલી શકે તેમ નથી. મ્યુનિ.કોર્પોરેશનના શાસકોના તરંગી-તઘલખી વહિવટને લીધે બીઆરટીએસની આવક સામે બમણો ખર્ચ થતાં દર વર્ષે ખોટનો આંકડો વધી રહ્યો છે.

છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો,બીઆરટીએસની આવક રૂ. ૩૭૫૩૨.૧૪ લાખ થઇ હતી જયારે રૂ.૪૮૭૨૨.૮૬નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ જ પ્રમાણે,છેલ્લા પાંચ વર્ષમાં ખોટનો આંકડો રૂ. ૫૯૧૦ લાખ પર જઇ પહોચ્યો છે.

 

 

Share This Article