ભારતીય બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ભાગી જનાર વિજય માલ્યાના પ્રાઇવેટ જેટની થોડા સમય પહેલા જ હરાજી થઇ હતી. બાદમાં તેણે એક સ્ટેટમેન્ટ આપ્યુ હતુ કે, બ્રિટનમાં રહેલી સંપત્તિ તેની માતા અને બાળકોના નામ પર છે. જે કોઇ પણ હાથ નહી લગાવી શકે. વિજય માલ્યાને જાણવા મળ્યુ હતુ કે, બ્રિટનના અધિકારી ગમે ત્યારે તેની પ્રોપર્ટી જપ્ત કરી શકે તેમ છે. ત્યારે તેણે કહ્યુ હતુ કે તેના નામ પર ફક્ત થોડા ઘરેણા અને ગાડીઓ જ છે. જે તે ગમે ત્યારે સરકારને સોંપવા તૈયાર છે.
માલ્યાએ તે પણ કહ્યુ હતુ કે હાલમાં ભારતમાં ચૂંટણીનો માહોલ છે. સરકાર તેના નામે વોટ લેવાના પ્રયત્ન કરી શકે તેમ છે. બ્રિટનની પોલિસ ભારત સાથે કો-ઓપરેટ કરી રહી છે. તેમણે કહ્યુ છે કે તે વિજય માલ્યાની પ્રોપર્ટીની તલાશી જરૂરથી લેશે.
માલ્યાએ કહ્યુ હતુ કે, તેના નામ પર જેટલી પણ પ્રોપર્ટી છે તેને સોંપવા માટે તૈયાર છે, પરંતુ તેનો લગ્ઝરી આવાસ બાળકોના નામ પર છે. લંડન સ્થિત જે ઘર છે તે માતાના નામ પર છે. જેને કોઇ પણ જપ્ત નહી કરી શકે.