ઉત્તરપ્રદેશના રામપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકના લગ્ન થયા અને સુહાગરાતે તેની દુલ્હનને પેટમાં દુ:ખાવો ઉપડ્યો. સવારે મહિલાએ એક નવજાત દીકરીને જન્મ આપ્યો. સુહાગરાતના માત્ર છ કલાક પછી દુલ્હનના માં બનવાના સમાચાર જેવા ગામમાં ફેલાયા તો ઘરની બહાર ટોળે ટોળા ઉમટી પડ્યાં. હાલ રામપુરમાં આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. આવો જાણીએ કે, આખરે શું છે સમગ્ર મામલો.
જાણવા જેવી વાત એ છે કે આ સમગ્ર ઘટના અજીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જોકે અહીંના બે ગામો કુમ્હરિયા અને બહાદુરગંજ હાલ ચર્ચામાં છે. કુમ્હરિયા ગામના રહેવાસી એક યુવકનું સગપણ લગભગ 6 મહિના પહેલા બહાદુરગંજ ગામની એક યુવતી સાથે નક્કી થયું હતું. સગાઈ નક્કી થયા બાદ બંનેના લગ્ન એક વર્ષ પછી થવાના હતા. પરંતુ અચાનક 2 દિવસ પહેલા યુવતી મુરસૈના ચોકી પહોંચી ગઈ અને પોતાના મંગેતર સાથે તરત લગ્ન કરવાની જિદ્દ કરવા લાગી. ચોકી પર હાજર પોલીસ કર્મચારીઓએ કોઈ રીતે યુવતીને સમજાવીને ઘરે મોકલી દીધી હતી.
પરંતુ શનિવારે યુવતી ફરી એક વખત ચોકી પર પહોંચી અને લગ્ન કરવાની જિદ્દ પર અડી ગઈ. ત્યારબાદ પોલીસે કુમ્હરિયા ગામના ગ્રામપ્રધાન અફરોજ અલી ખાન અને બહાદુરગંજ ગામના પ્રધાન બબલુને સ્થળ પર બોલાવ્યા. ગ્રામપ્રધાન સાથે યુવક અને યુવતીના પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા અને પરસ્પર સમજૂતી કરીને મામલો નિપટાવી દેવાની વાત કરી ચોકી પરથી પરત ગયા. લગભગ રાત્રે 8 વાગ્યે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ. ત્યારબાદ લગભગ 1 કલાક પછી, દુલ્હો પોતાના સાથે પાંચ લોકોને લઈને બહાદુરગંજ ગામ સ્થિત સાસરીએ પહોંચ્યો અને દુલ્હનને પોતાના ઘરે લઈ આવ્યો.
પરંતુ પછી સુહાગરાતે જે બન્યું તે જોઈને સૌ કોઈ સન્ન રહી ગયો. રાત્રે લગભગ 12 વાગ્યે દુલ્હનના પેટમાં દુખાવો થયો, જેથી ઘરના લોકો ઘબરાઈ ગયા. ત્યારબાદ તાત્કાલિક નજીકની એક મહિલા ડોક્ટરને ઘરે બોલાવવામાં આવ્યા. મહિલા ડોક્ટરે દુલ્હનની તપાસ કરી અને પ્રાથમિક સારવાર આપી. રવિવારની વહેલી સવારે ઘરમાં બાળકના રડવાના અવાજ સાથે ખુશીની કિલકારીઓ ગુંજવા લાગી, જેને લઈને આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે દુલ્હને એક દીકરીને જન્મ આપ્યો છે. સુહાગરાતે જ બાળકના જન્મની વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. થોડા જ સમયમાં ઘરની આસપાસ મહિલાઓની ભીડ એકઠી થવા લાગી. નવજાત બાળકને ખોળામાં લઈને દુલ્હાએ પણ ખૂબ મીઠાઈઓ વહેંચી. સુહાગરાતે જ બાળકનો જન્મ થવાની ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
