ભારતીય અને વૈશ્વિક હેલ્થકેર સેક્ટરમાં પોતાની ઉપસ્થિતિમાં સ્થિર વૃદ્ધિ કરતી ભારતની બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની બ્રિન્ટને આજે વ્યૂહાત્મક પહેલ અંતર્ગત વૈશ્વિક ફૂટ કેર બ્રાન્ડ શોલ વેલનેસ કંપની સાથે કરારની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતીય બજારમાં તેની ક્રેક ક્રિમ જેવી પ્રસિદ્ધ બ્રાન્ડ સહિતની પ્રોડક્ટ્સનું વેચાણ અને વિતરણ કરાશે.
બ્રિન્ટનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ કુમાર દર્ડાએ જણાવ્યું હતું કે, “અમે શોલ સાથે તેની ક્રેક ક્રિમ સહિતની બ્રાન્ડ્સની રચના કરવા બાબતે જોડાણ કરતાં ગર્વ કરીએ છીએ. ફૂટ કેર ઇન્ડસ્ટ્રીમાં શોલ વૈશ્વિક સ્તરે અગ્રેસર છે અને અમે ડર્મેટોલોજી જેવાં ક્ષેત્રોમાં રૂચિ ધરાવીએ છીએ. અમે અમારા વિશાળ વિતરણ નેટવર્ક અને મજબૂત માર્કેટિંગ ક્ષમતાઓ દ્વારા આ વારસાને આગળ ધપાવવા માગીએ છીએ. તેનાથી બ્રાન્ડને આગળ વધારવામાં અને સફળતાના શિખર ઉપર પહોંચવામાં મદદ મળશે.”
“શોલ વિશ્વમાં પ્રથમ ક્રમની ફૂટ કેર બ્રાન્ડ છે અને તે આર્થરાઇટિસ પેઇન રિલિવર, કસ્ટમ ફીટ ઓર્થોટિક્સ, વિવિધ પ્રકારના ઇનસોલ, ઓડર-એક્સ, પ્રોબાયોટિક એક્સટ્રેક્ટ ફોર્મ્યુલા ફૂટ સ્પ્રે, વોર્ટ રિમૂવર ફ્રિઝ અવે મેક્સ, ઇનગ્રોન ટોનેઇલ પેઇન રિલિવર અને ફંગલ નેઇલ રિવિટાલાઇઝર વગેરે જેવી ફૂટ કેર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ધરાવે છે. જોકે, ક્રેક ક્રિમ સૌથી લોકપ્રિય બ્રાન્ડ છે, જેની ભારતમાં 80 ટકા બજાર હિસ્સેદારી છે.”
શોલ તંદુરસ્ત પગ માટે ઇનોવેટિવ પ્રોડક્ટ્સ દ્વારા સંપૂર્ણ ફૂટ કેર ઓફર કરે છે. આ ભાગીદારી ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવાના અમારા નિર્ધારને વધુ મજબૂત કરશે. મહત્વપૂર્ણ છે કે વૈશ્વિક ફૂટ કેર માર્કેટ વર્ષ 2026 સુધીમાં 4.4 બિલિયન યુએસ ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ છે.
દર્ડાએ ઉમેર્યું હતું કે, “ફૂટ કેર માર્કેટ સતત આકર્ષક માર્કેટિંગની તકો ઓફર કરી રહ્યું છે. આગામી કેટલાંક વર્ષોમાં તેનું બજાર કદ વાર્ષિક 7.9 ટકાની વૃદ્ધિ સાધશે તેવી સંભાવના છે કારણકે વધુ સૌંદર્ય જાળવવા તથા સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે ફૂટ કેર પ્રોડક્ટ્સની માગમાં સતત વધારો થઇ રહ્યો છે. જીવનશૈલીમાં સતત પરિવર્તન અને ફેશનમાં બદલાવને કારણે ફીટ સ્કિનના એક્સપોઝરમાં વધારો થયો છે.”
તેના પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક માર્કેટ રિસર્ચ મૂજબ ફૂટ ક્લિન્ઝઇંગ લોશન, ક્રિમ અને રિપેઇર ઓઇંટમેન્ટ્સની માગમાં સતત વધારો થશે. તેની સાથે ડાયાબિટિસ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સની ઘટનાઓમાં પણ વધારો થશે, જે ફૂટ કેર ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિને બળ આપશે.
પ્રોડક્ટ રિસર્ચથી લઇને ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ સુધી ઇનોવેટિવ અને ઉભરતી ટેક્નોલોજીનો ઉપયોગ કરતી એક સ્થાપિત ફાર્મા લીડર તરીકે બ્રિન્ટન ડર્મેટોલોજી, પિડિયાટ્રિક અને ગાયનેકોલોજીમાં રૂચિ ધરાવે છે. કંપની સ્કિન, ચિલ્ડ્રન, વુમન્સ હેલ્થ અને વેલનેસ માટે સંખ્યાબંધ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઓફર કરે છે.
દર્ડાએ જણાવ્યું હતું કે, “અમારી વૈજ્ઞાનિક અને ટેક્નીકલ નિપૂંણતા અમને સૌથી વિશ્વસનીય બ્રાન્ડ્સ પૈકીની એક બનાવે છે તેમજ અમે વાજબી કિંમતે વિશ્વ-સ્તરીય પ્રોડક્ટ્સ ડિલિવર કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. શોલ સાથે અમારું જોડાણ ઓટીસી સેગમેન્ટમાં અમારી ઉપસ્થિતિને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. અમે બજારમાં વધુ આગળ વધઈને શોલ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા ગ્રાહકોના વિશાળ આધાર માટે સુનિશ્ચિત કરીશું.”