2019માં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ દેશભરમાં સહયોગીઓને મળી રહ્યા છે. ત્યારે અમિત શાહ નિતીશ કુમારને મળ્યા હતા. નિતીશ કુમાર અને અમિત શાહ વચ્ચે બ્રેકફાસ્ટ મિટીંગ થઇ હતી. જે 45 મિનીટ સુધી ચાલી હતી. જેમાં બંને પાર્ટીને જે સીટ મળશે તેને વહેંચી લેવાની વાત થઇ હશે.
બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર અને અમિત શાહ સાથે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ હાજર રહ્યા હતા. બ્રેકફાસ્ટ મિટીંગમાં બીજેપીના નેતા ભૂપેન્દ્ર યાદવ અને નિત્યાનંદ રાય પણ હાજર હતા. આ મિટીંગથી બંને પાર્ટીને મળવાપાત્ર સીટને કેવી રીતે વહેંચવી અને ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો તે બાબતની સ્પષ્ટતા થઇ હતી.
અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મિડીયા વર્કર્સને પણ સંબોધિત કરશે. અમિત શાહ અને નિતીશ કુમાર ફરી એકવાર ડિનર પર ચર્ચા કરશે.
નાસ્તાના મેનુમાં અમિત શાહ માટે સ્પેશિયલ બિહારી જમણ તૈયાર કરાવવામાં આવ્યુ હતુ. જેમાં સત્તુના પરોઠા, ચણાનુ શાક, ફળ, ઉપમા, પૌવા, બટાકાનુ શાક, મઠ્ઠો જેવી વસ્તુઓ સામેલ હતી.