જમ્મુકાશ્મીરના પુલવામા વિસ્તારમાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે સીઆરપીએફના કાફલા પર ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદીલી વધી રહી છે. પાકિસ્તાની ત્રાસવાદીઓની મદદથી સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય હવાઇ દળે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે વહેલી પરોઢે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કર્યા હતા. ત્રાસવાદીઓના અડ્ડાને બોંબ વર્ષા કરીને ફુંકી મારવામાં આવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવાના બદલે ગઇકાલે બુધવારે ભારતીય સૈનાના કેટલાક સ્થળોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા.
પાકિસ્તાનના કેટલાક વિમાનોએ ભારતીય હવાઇ સીમાનો ભંગ કરીને તગંદીલી વધારી હતી. જા કે ભારતીય હવાઇ દળે પાકિસ્તાનના નાપાક ઇરાદાને નિષ્ફળ બનાવી દીધા હતા. જા કે આ કૃત્ય બતાવીને પાકિસ્તાને ભારત સામે યુદ્ધ છેડવા માટેના સંકેત આપ્યા છે. તમામ લોકો ઇચ્છે છે કે કોઇ યુદ્ધ ન થાય પરંતુ જા દુશ્મન દેશ જ્યારે ભારત પર યુદ્ધ લાગે છે ત્યારે આનો ભરપુર લાભ ઉઠાવી લેવામાં આવે તે પણ જરૂરી છે. યુદ્ધની સ્થિતીનો ભરપુર બદલો લેવામાં આવે તે સમય છે. આ યુદ્ધ ભારત પર લાદી દેવામાં આવ્યુ છે. આ ધ્યાન આપવા જેવી બાબત છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન એક બિન અનુભવી લીડર છે. એમ પણ પાકિસ્તાનમાં સરકાર તો પાકિસ્તાની સેના જ ચલાવે છે. નવાઝ શરીફ જેવા અનુભવી નેતા સેના પર કેટલાક અંશે પ્રતિબંધ મુકી શકતા હતા પરંતુ હવે તો ઇમરાન ખાન પાસે આ યોગ્યતા નથી.
પાકિસ્તાન ભારતમાં ઘુસણખોરી કરીને હુમલા કરવાના પ્રયાસ કરશે તેમ તમામ લોકો માનતા હતા. પાકિસ્તાન દ્વારા હવાઇ હુમલા કરાશે તે બાબત નક્કી દેખાતી હતી. પાકિસ્તાન ૧૯૬૫માં કારમી રીતે હારી ગયુ હતુ. હવે વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઇને તમામ નિષ્ણાંત લોકો માને છે કે હવે બ્રહ્યોસ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. સરકાર પણ પૂર્ણ એક્શન મોડમાં આવી ગઇ છે. દિલ્હીમાં સ્થિતી પર વિચારણા કરવામાં આવી રહી છે. હવે જ્યારે અમારી સેના દાવો કરે છે કે પાકિસ્તાનની અંદર ઘુસીને તેને બોધપાઠ ભણાવી શકાય છે. સુરક્ષા દળો સાહસ દર્શાવી રહ્યા છે. તમામ લોકો માને છે કે આ સરકાર તમામ વિશ્વાસ સાથે આગળ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર તો મોદી પહેલાથી જ સજ્જ હતા. આનુ પ્રમાણ છે કે સર્જિકલ સ્ટ્રાઇક અને હવે વિમાનો દ્વારા ત્રાસવાદી અડ્ડા પર હુમલા કરવામાં આવ્યા છે. જે ભારત સરકારની અને ભારત સેનાની તાકાત દર્શાવે છે. સર્જિકલ સ્ટ્રાઇક અને ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ પણ કોઇ દેશે ભારતની નિંદા કરી નથી. જે દર્શાવે છે કે ભારત કેટલી સફળતા સાથે આગળ વધી રહ્યુ છે. પાકિસ્તાનના સૌથી નજીકના મિત્ર ગણાતા ચીને પણ શાંતિ જાળવી રાખવા માટેની જ અપીલ કરી છે. ઇચ્છા ન હોવા છતાં જો ભારત પર યુદ્ધ લાગુ કરવામાં આવશે તો પાકિસ્તાનની હાલત કફોડી બનશે. ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધની જેમ જ પાકિસ્તાનને હારનો સામનો કરવો પડશે. જા યુદ્ધ થશે તો આ વખતે ભારત મંત્રણા ટેબલ પર ભારે પડશે. સાથે સાથે જીતેલી ભૂમિ પરત કરવા માટે મજબુર રહેશે નહીં. મજબુતીના સંબંધમાં મોદી અંગે કહેવાની જરૂર નથી. કારણ કે મોદી પહેલાથી જ કહી ચુક્યા છે કે દેશ નહીં ઝુંકને દુગા.
જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને આત્મઘાતી બોંબરોનો સમાવેશ થાય છે. પુલવામા હુમલાના ૧૨ દિવસ બાદ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા માટે વહેલી પરોઢે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રાસવાદી અડ્ડાઓ ઉપર મિરાજ ૨૦૦૦ વિમાન મારફતે ૧૦૦૦ કિલોગ્રામના બોંબ ઝીંકવામાં આવ્યા હતા. ૧૨ મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા જૈશે મોહમ્મદના આલ્ફા-૩ કન્ટ્રોલ રુમ સહિત ત્રાસવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.