અમદાવાદનું સૌથી મોટું ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન, ભારતની ટોચની ઇન્ટિરિયર ડિઝાઇન યુનિવર્સિટીઓ અને બ્રાન્ડ્સ સાથે 500 થી વધુ નવીન ઇન્ટિરિયર પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરાયુ
શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે તાજેતરમાં આયોજિત BRDS ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન 2025 અમદાવાદનો સૌથી મોટો ઇન્ટિરિયર ડિઝાઇન કાર્યક્રમ હતો, જેમાં 500 થી વધુ નવીન ઇન્ટિરિયર ઉત્પાદનો, ટોચની ડિઝાઇન યુનિવર્સિટીઓ અને ભારતભરની અગ્રણી બ્રાન્ડ્સ ભાગ લીધો હતો.
પ્રદર્શનમાં રહેણાંક તેમજ વ્યાવસાયિક જગ્યા માટેના તાજા ઈન્ટીરિયર ટ્રેન્ડ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન થયું. આ પ્રદર્શન પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ, ઉભરતા ડિઝાઇનરો અને અગ્રણી ડિઝાઇન સંસ્થાનના વિદ્યાર્થીઓ માટે એક સક્રિય મંચ તરીકે સાબિત થયું, જેમાં સ્પેસ પ્લાનિંગ, ફર્નિચર ડિઝાઇન અને એપ્લાઇડ આર્ટ્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
ભંવર રાઠોડ ડીઝાઈન સ્ટુડિયો (BRDS) અને GLS ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન – GLS યુનિવર્સિટી જેવી અગ્રણી સંસ્થાઓ એ ભાગ લીધો હતો. તેમની સાથે જ ડ્યુરિયન લેમિનેટ્સ , જી.એમ. મોડ્યુલર પ્રા. લિ., પારીખ બ્રધર્સ, સોલાર અર્થ રિન્યુએબલ્સ પ્રા. લિ., યુનિકોર્ન ઇન્ફોસોલ્યુશન્સ પ્રા. લિ. સહિત અનેક પ્રીમિયમ ઈન્ટીરિયર બ્રાન્ડ્સે પણ ભાગ લીધો.
એક અને બે વર્ષના ઇન્ટિરિયર ડિઝાઇન કોર્સમાં ભણતા BRDSના 200થી વધુ વિદ્યાર્થીઓએ 10 અલગ-અલગ કેટેગરીમાં પોતાનું ઉત્તમ કાર્ય રજૂ કર્યું, જેમાં ઇમર્સિવ ઇન્સ્ટોલેશન્સ, નવીન ફર્નિચર કન્સેપ્ટ્સ અને અનોખી રીતે તૈયાર કરાયેલા સ્કેલ્ડ ટાઉનશિપ મોડેલ્સનો સમાવેશ થાય છે.
BRDS ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન2025, GLS ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન – GLS યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત કરાયેલ પ્રદર્શન માં ઇન્ટિરિયર ડિઝાઇન ઉદ્યોગના મુખ્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી અને અમદાવાદના શ્રેષ્ઠ અને સૌથી મોટા ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન તરીકે ઉભરી આવ્યું હતું.
ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને ઇન્ડસ્ટ્રીમાંથી મળેલી મૂલ્યવાન સમજણ સાથે આ પ્રદર્શન ઇન્ટિરિયર ડિઝાઇનના સતત વિકસતા પરિદૃશ્યને જાણવા અને અનુભવું માટે એક અનોખો અવસર પૂરું પાડતું હતું.