દેશભરમાં 11 સ્થળોએ તેની સફળ યાત્રા પૂર્ણ કર્યા પછી ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન – BRDS ડિઝાઇન પ્રદર્શન 2024 નો ગ્રાન્ડ ફિનાલે 8મી ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજાયું. દર વર્ષે, આ પ્રદર્શનનું આયોજન ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા ભારતના 12 શહેરોમાં કરવામાં આવે છે- અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, નાસિક, પુણે, લખનૌ, જયપુર, હૈદરાબાદ, કોલકાતા, નાગપુર અને ભોપાલ જેવા ભારતના પ્રમુખ શહેરોમાં કરવામાં આવે છે.
ડિઝાઇન એજ્યુકેશન અવેરનેસ: ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇન, ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન, ઓટોમોબાઇલ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન ડિઝાઇન, ફોટોગ્રાફી, ફાઇન આર્ટ્સ અને અન્ય ઘણા બધા ડિઝાઇન અને આર્કિટેક્ચર ક્ષેત્રોમાં ઉપલબ્ધ બહુવિધ શાખાઓ વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી. સાથે સાથે વિધાર્થીઓને પ્રારંભિક તબક્કાથી વિદ્યાર્થીઓની સર્જનાત્મક કુશળતા અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ કરાય છે, કારણ કે તેમની ડિઝાઇન કારકિર્દીમાં સફળ થવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ કૌશલ્ય છે.
BRDS નું આ પ્રદર્શન વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા ને બહાર લાવવા માટે એક આદર્શ પ્લેટફોર્મ બની રહે છે . વિધાર્થોને પોતાના આર્ટવર્ક, 3d મોડલ, વસ્ત્રો અને કેનવાસ પેઇન્ટિંગ્સના રૂપમાં 10000થી પણ વધુ લોકોની હાજરીમાં પ્રદર્શિત કરવામાં મદદરૂપ બની રહે છે.
આ પ્રસંગે BRDS ના સ્થાપક અને પ્રમુખ ડૉ. ભંવર રાઠોડ દ્વારા NID, NIFT, NATA, UCEED તેમજ ડિઝાઇન ક્ષેત્રોમાં સફળ કારકિર્દી કેવી રીતે બનાવવી તેના પર એક ખાસ સેમિનાર યોજ્યો હતો. આ પ્રદશર્નમાં સમગ્ર ભારતમાંથી 50થી વધુ ડિઝાઇન કોલેજો અને યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. ડિઝાઇનમાં કારકિર્દી બનાવવા માંગતા વિધાર્થીઓ માટે એક જ જગ્યાએ ભારતની નામાંકિત યુનિવર્સિટીઓ અને ઇન્સ્ટિટ્યૂટના સ્ટોલ પણ મુકવામાં આવ્યા હતા. જેથી વિધાર્થીઓ એક જ જગ્યાથી કાઉંસેલિગ કરી શકે.
પ્રદશર્નમાં ખાસ કરીને આર્ટવર્ક , 3D મોડલ્સ, ભારતનો વારસો પ્રદર્શિત કરતા ફર્નિચર, ગ્રાફિકલ આર્ટ, નવીન જ્વેલરી ડિઝાઇન, ભાવિ ટાઉનશિપ જેવા ઘણા પ્રોજેક્ટ મુકવામાં આવ્યા હતા. ભારતની વિવિધ સંસ્કૃતિઓનું નિરૂપણ કરતા ફેશન વસ્ત્રો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સસ્ટેનિબિલિટી માટે રિસાયકલ કરેલા જૂના ફર્નિચર અને એસેસરીઝ પણ ખુબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યા હતા.