બ્રાન્ડ કોહલી વધુ મજબૂત બની : હાલમાં ૨૧ બ્રાન્ડ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવીદિલ્હી :  વસ્તીની દ્રષ્ટિએ દુનિયાના સૌથી મોટા દેશ તરીકે ભારત સામેલ છે. ભારતમાં વિરાટ કોહલી હાલમાં સૌથીહાઈપ્રોફાઇલ એથ્લિટ તરીકે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની એક એવી બ્રાન્ડ તરીકે ઓળખ થઇ છે જેના ઉપર કોઇપણ ટિપ્પણી કરવી હવે ખુબ મુશ્કેલ થઇ જાય છે. તેમની સામે કોઇ ટિકા અને બિનજરૂરી ટિપ્પણી પણ હવે અસર કરતી નથી. વિરાટ કોહલી પાસે હાલમાં અનેક કંપનીઓની જાહેરાતો છે જેમાં ઘડિયાળ, કાર, સ્પોટ્‌ર્સ શૂટ, મોટરબાઈક, વ†ો, રાઇડ સર્વિસ, ટાયર, સ્નેક્સ, હેલ્થફુડ, હેડફોન, ટૂથબ્રશની જાહેરાત પણ છે.

૩૦ વર્ષના વિરાટ કોહલી વર્તમાન ફેશનની સાથે ચાલે છે. શરીરમાં હાથ ઉપર ટેટૂ જાવા મળી શકે છે. વાળમાં કલર પણ જાવા મળી શકે છે. ૨૧ બ્રાન્ડ તેની પાસે રહેલી છે. ફોર્બ્સની ૨૦૧૮ની યાદીમાં તે દુનિયાના ૧૦૦ સૌથી વધારે કમાણી કરનાર એથ્લિટોમાં સામેલ છે. દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર એથ્લિટોમાં તે ૮૩માં ક્રમે છે. છેલ્લા ૧૨ મહિનાના ગાળામાં વિરાટ કોહલીએ ૧૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. કોહલી દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં સામેલ છે. આ મામલામાં તે નોવાક જાકોવિક અને ફુટબોલ સ્ટાર સર્જિયો એગ્યુરોથી પણ આગળ છે. દુનિયાના સૌથી મોંઘા એથ્લિટોમાં પ્રથમ સ્થાને બોક્સર મેવેદર છે. બીજા સ્થાને ફુટબોલ સ્ટાર મેસ્સી છે. આ બંનેની સરખામણી સુધી તે પહોંચી શકશે નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં તે આગળ રહેલો છે. ક્રિકેટની રમત દુનિયાના નાના હિસ્સોમાં જાવામાં આવે છે. ખાસ કરીને કોમનવેલ્થ દેશમાં જ ક્રિકેટને પસંદ કરવામાં આવે છે. જા કે, મહેન્દ્રસિંહ ધોનીને એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર એથ્લિટના મામલામાં તે પાછળ છોડી શકે છે. પૂર્વ કેપ્ટને ૨૦૧૫માં અનેક બ્રાન્ડમાં કામ કર્યું હતું. કોહલીએ ગયા વર્ષે અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. ભારતમાં ક્રિકેટ અને બોલીવુડ બે સૌથી વધારે પસંદ કરનાર ક્ષેત્રોમાં સામેલ છે. મધ્યમ વર્ગમાં કોહલીની ફેમિલીમેનની છાપ મજબૂત થઇ છે.

યુવાઓની વચ્ચે તેની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો થયો નથી. કોહલી સોશિયલ મિડિયા ઉપર પણ ખુબ સક્રિય છે. ફેસબુક પર તેના ૩૭ મિલિયન ફ્રેન્ડ છે. ટવિટર પર ૨૭.૧ મિલિયન લોકો તેને ફોલો કરે છે. તાજેતરમાં જ જાણકાર લોકોએ કહ્યું હતું કે, વિરાટ કોહલી સૌથી જંગી કરનાર એથ્લિટમાં સામેલ છે. કોહલીની કમાણી હજુ વધવાની શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, ભારતની આર્થિક Âસ્થતિ પણ દિનપ્રતિદિન મજબૂત થઇ રહી છે. કોહલીની કમાણી પૈકી ૨૦ મિલિયન ડોલર જાહેરાતોમાંથી આવ્યા છે જ્યારે ચાર મિલિયન ડોલર પગાર અને ઇનામી રકમ તરીકે મળ્યા છે. સોશિયલ મિડિયા ઉપર તેની લોકપ્રિયતામાં પણ હજુ વધારો થઇ શકે છે.

 

 

Share This Article