અમદાવાદમાં બ્રાન્ડ ગુજરાત ક્લબ દ્વારા ‘બ્રાન્ડ ફેસ્ટ 4.0’નું આયોજન, જાણો સ્થળ અને તારીખ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: બ્રાન્ડ ક્લબ ગુજરાત, એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગ કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સની સંસ્થા છે, જેમના દ્વારા 14 અને 15 ડિસેમ્બરના રોજ બ્રાન્ડ ફેસ્ટની ચોથી એડિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

બ્રાન્ડ ફેસ્ટ 4.0માં ઓથર અને કોર્પોરેટ એડવાઇઝર આર. ગોપાલક્રિષ્નન, VGCના ચેરવુમન-ચીફ અને ક્રિએટિવ ઓફિસર પ્રીતિ વ્યાસ, ક્વોન્ટમ કન્ઝ્યુમર સોલ્યુશન્સ પાર્ટનરના અંજના પિલ્લાઈ સહિત પ્રતિષ્ઠિત વક્તાઓના વર્ચ્યુઅલ સેશન્સ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

બે દિવસીય કાર્યક્રમમાં COSA ના જનરલ-કાઉન્સેલ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અનુભવ કપૂર, ટાઇગરના કો-ફાઉન્ડર અને ચીફ ક્રિએટીવ ઓફિસર આલાપ દેસાઈ અને અભિનેતા અને વોઈસ કોચ વિજય વિક્રમ સિંઘ રસપ્રદ માહિતી પ્રદાન કરશે, જ્યારે ક્વિઝમાસ્ટર સંજય ચક્રવર્તી ક્વિઝ અને મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત કરશે.

બે દિવસીય ફેસ્ટમાં બ્રાન્ડિંગ, Gen Z, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યાં છે.

બ્રાન્ડ ક્લબ ગુજરાતના સ્થાપક સભ્ય સંજય ચક્રવર્તીએ જણાવ્યું હતું, “બ્રાન્ડ ફેસ્ટનો ઉદ્દેશ્ય એક પ્લેટફોર્મ બનાવીને ઉદ્યોગ અને સમાજમાં યોગદાન આપવાનો છે, જે દિગ્ગજ લોકોને સાથે લાવે છે. બ્રાન્ડ ફેસ્ટ ઉદ્યોગ અગ્રણીઓના સમર્થનથી વિકસ્યો છે. અમને વિશ્વાસ છે કે બ્રાન્ડ ફેસ્ટ 4.0ના વિવિધ સેશન્સ બિઝનેસ, માર્કેટિંગ, એડવર્ટાઈઝિંગ અને કોમ્યુનિકેશનમાં સર્જનાત્મકતા અને કામગીરીના ધોરણોને વધારે સારા બનાવશે.”

બ્રાન્ડ ફેસ્ટ 4.0માં 15 ડિસેમ્બરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે બિઝનેસ અને બ્રાન્ડ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. ક્વિઝમાસ્ટર સંજય ચક્રવર્તી બિઝનેસ અને બ્રાન્ડ્સ વિષય પર પાર્ટીસિપેટ્સના જ્ઞાનની ચકાસણી કરશે.

બ્રાન્ડ ફેસ્ટ 4.0 તમામ માટે ખુલ્લો છે અને પાર્ટીસિપેશન્સ ફ્રી છે. રજિસ્ટ્રેશન દર્શાવેલ લિંક પર કરી શકાશે www.brandklub.in

Share This Article