બ્રેઇન ટ્યુમરને લઇને સામાન્ય લોકો પાસે ઓછી માહિતી હોય છે. વારંવાર માથામાં દુખાવો રહે અને વારંવાર ગુસ્સો આવે તો તેની અવગણા કરવી જોઇએ નહીં. ૩-૧૫ વર્ષની વયમાં અને ૫૦ વર્ષથી વધુની વયમાં આ તકલીફ થવાનો ખતરો રહે છે. આંકડા દર્શાવે છે કે ૨૦ ટકા મામલા બાળકોમાં મસ્તિષ્કના કેન્સરના હોય છે. બાળકોમાં કોઇ પણ લક્ષણ દેખાય તો તરત જ તબીબને મળવાની સલા નિષ્ણાંતો આપે છે. વિટામિન-સી, ઇ અને કેની બનેલી ચીજો હમેંશા ફાયદો કરાવે છે. મોડી રાત સુધી ન જાગવા માટેની પણ તબીબો સલા આપે છે. સાથે સાથે જંક ફુડ અને ડબ્બામાં મળનાર ચીજોને ટાળવામાં આવે તે જરૂરી છે. તબીબો બ્રેઇન ટ્યુમરના સંબંધમાં વાત કરતા કહે છે કે દિમાગમાં અસામાન્ય કોશિકાના વધારાને બ્રેઇન ટ્યુમર કહેવામાં આવે છે.
આના કેટલાક પ્રકારો રહે છે. પરંતુ કેન્સર વિનાના અને કેન્સર સાથેના ટ્યુમર જુદા જુદા પ્રકારના હોય છે. તેની આંશકા ત્રણ વર્ષથી લઇને ૧૫ વર્ષની વયના કિશોર અને ત્યારબાદ ૫૦ વર્ષથી ઉપરની વ્યક્તિમાં થવાનો ખતરો વધારે રહે છે. બાળકોમાં જેનેટિક મ્યુટેશન મુખ્ય કારણ તરીકે હોય છે. જે પરિવારમાં કોઇને પહેલાથી જ આ તકલીફ હોય છે તેમાં ખતરો વધારે રહે છે. બ્રેઇન ટ્યુમરના લક્ષણો જોવામાં આવે તો વહેલી સવારે ઉઠતાની સાથે જ માથામાં દુખાવો રહે છે. ઉલ્ટીઓ થાય છે. તેમાં કેટલીક વખત માઇગ્રેન જેવા લક્ષણ જોવા મળે છે. ઝુંકવા અને કસરત કરવાની સ્થિતીમાં વધારે તેજ દુખાવો થાય છે. કાનમાં હમેંશા કોઇ અવાજ સંભળાય છે. જાવામાં પરેશાની થાય છે. વારંવાર બેહાન થવાના લક્ષણ દેખાય છે. આંખોની નસમાં સોજા આવી જાય છે. બ્રેઇન ટ્યુમરના દર્દીની યાદશક્તિ પર માઠી અસર થાય છે. બ્રેઇન ટ્યુમરના પ્રકારના વાત કરવામાં આવે તો તેના કેટલાક પ્રકાર છે. જેમાં ગ્લિઓમાં, મેનિગ્નિઓમ, પિટ્યુટરી ટ્યુમરનો સમાવેશ થાય છે. ગ્લિઓમાં પ્રકારના ટ્યુમર ખુબ ખતરનાક હોય છે અને તે જીવલેણ હોય છે. મેનિગ્નિઓમ પ્રકારના ટ્યુમર મસ્તિષ્કની સપાટી પર થાય છે તેની સારવાર સરળ રીતે થઇ શકે છે.
તેની સારવારના કેટલાક તબક્કા હોય છે. પ્રથમ તબક્કામાં બ્રેઇન ટ્યુમર કોશિકાના વિકાસની ગતિ ધીમી હોય છે. દિમાગથી શરીરના બીજા હિસ્સામાં તેનો ફેલાવો થતો નથી. સર્જરીથી અથા તો બીજી રીતે ટ્યુમરને દુર કરી શકાય છે. કિમો અને રેડિએશન થેરાપીની જરૂર પડતી નથી. તબક્કા-૨માં ટ્યુમરની કોશિકા શરીરના બીજા હિસ્સામાં ફેલાવવા લાગી જાય છે. મોટા ભાગના દર્દીની સારવાર કિમોથેરાપી મારફતે કરવામાં આવે છે. સમય પર સારવાર ન કરાવવાની સ્થિતીમાં સ્થિતી બગડી શકે છે.તબક્કા-૨માં ટ્યુમર અતિ ઝડપથી શરીરના બીજા હિસ્સામાં ફેલાઇ જાય છે. દિમાંગને શરીરના સંકેતો ઓળખવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. રેડિએશન અને કિમોથેરાપીથી સારવાર કરવામાં આવે છે. તબક્કા-૪માં ટ્યુમર પૂર્ણ રીતે વિકસિત થાય છે. જેથી શરીરને પૂર્ણ રીતે નુકસાન પહોંચાડવા લાગી જાય છે. ગંભીરતા ખુબ વધારે થઇ જાય છે. જેના કારણે સારવારમાં કિમો, રેડિએશન અને લેજર થેરાપીની પણ જરૂર પડે છે. ટ્યુમરની ઓળખ કરવામાં આવ્યા બાદ તબીબો બાળકની સ્થિતી જુએ છે. મસ્તિષ્કમાં તેના ફેલાવાને ધ્યાનમાં લેવામાં આવે છે. બ્રેઇન ટ્યુમર કાઢવાની સ્થિતીમાં સર્જરી કરવામાં આવે છે.
સર્જીરનો ઉપયોગ ફર્સ્ટ અથવા તો બિનાઇન ટ્યુમરમાં કરવામાં આવે છે. કિમોથેરાપીની મદદથી કેન્સરના સેલને મારી નાંખવામાં આવે છે. આને બિનાઇન અને મેલિગ્નેટ બંને બ્રેઇન ટ્યુમરમાં ઉપયોગ કરવામાં આવે છે. બ્રેઇન ટ્યુમરની સારવારમાં રેડિયો સર્જરી, ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે કોમ્પ્યુટર આધારિત સ્ટિરિયોટેક્સી અને રોબોટિક સર્જરી કરવામાં આવે છે. જાણકાર તબીબો માને છે કે વહેલી તકે સારવાર અસરકારક અને ફાયદાકારક સાબિત થાય છે.બ્રેઇન ટ્યુમરને લઇને લોકોની પાસે માહિતી નહીંવત સમાન રહેલી છે. સાથે સાથે તેના લક્ષણ પણ વહેલી તકે જાણી શકાતા નથી. તબીબોને આ દિશામાં પણ પહેલ કરવાની જરૂર હોય છે. તેની સારવારમાં કેટલીક કાળજીની જરૂર હોય છે.