દેશની સૈન્ય શક્તિને વધુ મજબૂત બની ગઇ જ્યારે આજે સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ ઓડિશાના ચંદીપુરના ટેસ્ટ રેંજમાં સફળ રીતે સવારે ૧૦ કલાકને ૧૮ મિનિટે કરવામાં આવ્યું હતું.
આ પરીક્ષણનો હેતુ આ સુપરસોનિક ક્રુઝ મિસૈઇલ બ્રહ્મોસના આયુષ્યને ૧૦ વર્ષથી લઇને ૧૫ વર્ષ સુધી વધારવાનું છે. આ મિસાઇલ અવાજની ગતિથી પણ ત્રણ ગણી વધુ ઝડપથી ઉડાણ ભરે છે. આ પરીક્ષણથી સશસ્ત્ર સેનાઓને વધુ સમય માટે મિસાઇલ મળી શકશે.
બ્રહ્મોસ એરોસ્પેસ ભારતના ડીઆરડીઓ તથા રૂસના એનપીઓએમએ મળીને બનાવ્યું છે. બ્રહ્મોસ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. ક્રૂઝ મિસાઇલ ઓછી ઉંચાઇ પર ઝડપથી ઉડાન ભરે છે. બ્રહ્મોસની વિશેષતા એ છે કે તેને જમીનથી, હવાથી, સબમરીનથી, યુદ્ધભૂમિ લગભગ તમામ સ્થળોએથી લોંચ કરી શકાય છે.