સમયસર દર્શકો સમક્ષ રજૂ કરવા બ્રહ્માસ્ત્ર ૨-૩નું શૂટિંગ એક સાથે કરવાની છે તૈયારી : અયાન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રણબીર અને આલિયા સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું બોક્સ ઓફિસ કલેક્શન આવનારી બોલિવૂડ ફિલ્મો માટે પ્રેરણાજનક છે અને આ ફિલ્મમાં અયાનના વિઝનની અને ખાસ કરીને, વીએફએક્સ ઈફેક્ટની ખૂબ જ વાહવાહી થઈ રહી છે. આ ફિલ્મ બનાવતા અયાનને લગભગ ૧૦ વર્ષનો સમય લાગ્યો હોવાનું કહેવાય છે અને ફિલ્મનું બજેટ રૂપિયા ૪૦૦ કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મને મળેલી સફળતાને જોઈને ફિલ્મની ટીમે આગામી પાર્ટનું શૂટિંગ શરુ કરવાની તૈયારી આરંભી દીધી છે. રણબીરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અસ્ત્રોની દુનિયાને ઘણી આગળ લઈ જવાનો સ્કોપ છે અને આ ફિલ્મ પર આધારિત અનેક ફિલ્મો તૈયાર થઈ શકે છે. અમે પ્લાન કરી રહ્યા છીએ કે, ‘બ્રહ્માસ્ત્ર’નો પાર્ટ ૨ અને પાર્ટ ૩ એક સાથે જ શૂટ થઈ શકે જેથી સમયસર તેને દર્શકો સમક્ષ રજૂ કરી શકીએ. લોકો ફિલ્મના આગામી પાર્ટ વિશે ઉત્સુક છે અને તેમની ડિમાન્ડને સમયસર પૂરી કરવાના પ્લાન પર કામ થઈ રહ્યું છે.  અગાઉ, અનેકવાર અયાન કહી ચૂક્યો છે કે, અમારી થઈ રહેલી ટીકાને અમે ખૂબ જ સહજતાથી લઈ રહ્યા છીએ અને આગામી પાર્ટમાં ઓડિયન્સને કોઈ ફરિયાદ કરવાનો મોકો ન મળે તેનું ધ્યાન રાખીશું અને તે ફિલ્મોને વધુ રસપ્રદ બનાવવાની કોશિશ કરીશું.

Share This Article