સિયેના મિલરને પ્રભાવિત કરવા માટે બ્રાડના પ્રયાસ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ: હોલિવુડની લોકપ્રિય સેલિબ્રિટી અને અભિનેત્રી એન્જલિના જાલી સાથે સંબંધ તુટી ગયા બાદ હવે બ્રાડ પીટ અભિનેત્રી સિયેના મિલર સાથે નજર પડી રહ્યો છે. મળેલી માહિતી મુજબ બન્ને એકબીજાના પ્રેમમાં પણ છે. જા કે વધારે માહિતી મળી શકી નથી. બંન્ને પોતાના સંબંધને ગુપ્ત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. જા કે હાલમાં બન્ને એક સાથે કેમેરામાં કેદ થઇ ગયા હતા. બે મહિના પહેલા પણ આવા જ હેવાલ મળ્યા હતા. હવે ફરી એકવાર એવા હેવાલ આવી રહ્યા છે. બ્રાડ પીટ સિયેના મિલર તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

જો કે ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામા આવે તેવી શક્યતા છે. બ્રાડ પીટના ચાહકો અને સિયેના મિલરના ચાહકો પણ આ સમાચારને હવે સમર્થન મળે છે કે કેમ તેને લઇને આશાવાદી છે. બ્રાડ પીટના વિતેલા વર્ષોમાં કેટલીક અભિનેત્રી સાથે સંબંધ રહી ચુક્યા છે. એન્જેલિના પૂર્વે  એનિસ્ટનની સાથે સંબંધ ધરાવતો હતો. બ્રાડ પીટ અને સિયેના મિલર એકબીજાના ખુબ નજીક દેખાઈ રહ્યા છે. કોઇપણ ચિંતા વગર જાહેરમાં પણ દેખાઈ રહ્યા છે. પરંતુ બંને એકબીજાના પ્રેમમાં છે કે કેમ તે અંગે કોઇપણ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી નથી. કેટલાક લોકોનું કહેવું છે કે, પબ્લિસિટી મેળવવા માટેના પ્રયાસ આ બંને કરી રહ્યા છે. હોલિવુડ સ્ટાર બ્રાડ પીટ કેટલીક યાદગાર ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. જેમાં ટ્રોય ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તે સાહસી યોદ્ધા તરીકેની ભૂમિકામાં નજરે પડ્યો હતો.

Share This Article