બ્રાડ પીટ અને એન્જેલિના ફરી સત્તાવાર રીતે સિંગલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ : હોલિવુડ સ્ટાર બ્રાડ પીટ અને એન્જેલિના જોલીને લાક ફાઇનલ કર્યાને આશરે બે વર્ષથી વધારે સમય થઇ ગયો છે. હવે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યા બાદ બંને સત્તાવાર રીતે સિંગલ થઇ ગયા છે. અલબત્ત બંને દ્વારા હજુ સુધી ડિવોર્સ સેટલમેન્ટ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. શુક્રવારના દિવસે કોર્ટે કહ્યુ હતુ કે બંને સ્ટાર્સ હવે સત્તાવાર રીતે સિંગલ છે. અત્રે નોંધનીય છે કે જોલી અને બ્રાડ પીટની પ્રથમ મુલાકાત વર્ષ ૨૦૦૫માં ફિલ્મ મિસ્ટર એન્ડ મિસેજ સ્મિથના સેટ પર થઇ હતી.

બંનેએ વર્ષ ૨૦૧૪માં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૬માં જોલીએ એમ કહીને ચકચાર જગાવી હતી કે પીટની સાથે તે સારી રીતે રહેવાની સ્થિતીમાં નથી. તેમની વચ્ચે ખુબ મોટા પાયે મતભેદો રહેલા છે. આ તમામ બાબતો રજૂ કરીને જોલીએ વર્ષ ૨૦૧૬માં તલાક ફાઇનલ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જોલીએ પીટ પર એવો આરોપ પણ કર્યો હતો કે બ્રાડે તેના પુત્ર મેડોક્સની સાથે ખરાબ વર્તન કર્યુ છે. પીટ અને જોલીના કુલ છ બાળકો છે.

આ પહેલા જોલીએ કહ્યુ હતુ કે બ્રાડ પીટ તેમના બાળકોન કાળજી પણ સારી રીતે લેતો નથી. બ્રાડ પીટ કહ્યુ છે કે તકેના દ્વારા કરવામાં આવેલા આરોપો આધારવગરના છે. બ્રાડ પીટે જોલી માટે એક ઘર ખરીદવા માટે આઠ મિલિયન યુએસ ડોલરની લોન ફાઇનલ કરી હતી. બ્રાડ પીટના અન્ય મહિલાઓન સાથે સંબંધને લઇને પણ ચર્ચા સતત સપાટી પર આવતી રહી છે. એમ કહેવામાં આવે છે કે બ્રાડ પીટ એમઆઇટીના પ્રોફેસરનેરી ઓક્સમનનની સાથે પણ સંબંધ ધરાવે છે. જો કે આ બાબતને ક્યારેય સમર્થન મળ્યુ નથી. જોલી વિતેલા વર્ષોમાં હોલિવુડમાં સૌથી મોંઘી અને લોકપ્રિય સ્ટાર તરીકે  રહી ચુકી છે. હાલમાં તે કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છે.

Share This Article