મુંબઇ: વર્ષ ૨૦૧૮ના પ્રથમ છ મહિનાના ગાળામાં જ બોલિવુડે રેકોર્ડ કમાણી કરી લીધી છે. છ મહિનામાં બોલિવુડે બોક્સ ઓફિસ પર ૨૦૦૦ કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે ગયા વર્ષે શરૂઆતના છ મહિનામાં કમાણીનો આંકડો માત્ર ૧૫૫૦ કરોડનો રહ્યો હતો. રસપ્રદ બાબત એ છે કે આમાં પણ ૫૦૦ કરોડથી વધુની કમાણી એકલી બાહુબલી દ્વારા કરવામાં આવી હતી.
આ વર્ષની શરૂઆતમાં છ મહિનામાં બોલિવુડની અનેક ફિલ્મો સુપરહિટ રહી છે. જેમની કમાણી રેકોર્ડ તોડ રહી છે. બોલિવુડ માટે આ વર્ષે ખુબ સારા સંકેતો મળી રહ્યા છે. છેલ્લા વર્ષે બોલિવુડ માટે કોઇ સારા સમાચાર રહ્યા ન હતા. એ વખતે બોલિવુડ વાળા ૧૫૦ કરોડ રૂપિયાવાળી ફિલ્મને લઇને પણ ઉત્સુક હતા. એમ તો ગયા વર્ષે ૧૦ ફિલ્મો ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી કરી ગઇ હતી, પરંતુ તેમાંથી બાહુબલી -૨, ટાઇગર જિન્દા હે અને ગૌલમાલ રિટર્નને છોડી દેવામાં આવે તો કોઇ ફિલ્મ ૧૫૦ કરોડના આંકડાને પાર કરી શકી ન હતી. કેટલાક લોકો યોગ્ય રીતે જ કહે છે કે જો શરૂઆત સારી છે તો અંત પણ જારદાર રહેનાર છે.
આ વર્ષે હજુ કેટલીક મોટી ફિલ્મો રજૂ થવા જઇ રહી છે. જેમાં ૧૫મી ઓગષ્ટના દિવસે અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ રજૂ થનાર છે. જહોન અબ્રાહમની સત્યમેવ જયતે આવનાર છે. દિવાળી પર આમીર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન રજૂ કરવામાં આવનાર છે. આમીરખાનની છેલ્લી ફિલ્મ દંગલે ૩૮૫ કરોડની કમાણી કરી હતી. જાણકાર લોકો માની રહ્યા છે કે આમીર ખાનની નવી ફિલ્મ ૫૦૦ કરોડમાં જઇ શકે છે. ૨૯મી નવેમ્બરના દિવસે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ નામ ટુ રાખવામાં આવ્યુ છે. જેમાં અક્ષય કુમાર અને રજનિકાંતની મુખ્ય ભૂમિકા છે.
આ ઉપરાંત ટોટલ ધમાલ, શાહરૂખ ખાનની જીરો અને રણવીર સિંહની સિમ્બા પણ રજૂ કરવામાં આવનાર છે. આ તમામ ફિલ્મો પાસેથી જંગી કમાણીની આશા રાખવામાં આવી રહી છે. આ વર્ષે જે ફિલ્મે સૌથી વધુ કમાણી કરી છે તે રણબીરની સંજુ રહી છે. આ ફિલ્મ ૩૩૩ કરોડની કમાણી કરી ચુકી છે. પદ્માવત પણ ૩૦૨ કરોડ સુધી કમાણી કરી ચુકી છે. રેડ, બાગી, રાજી પણ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ રહી છે. રેસ-૩ ફિલ્મ ૧૬૬ કરોડથી વધુની કમાણી કરી ચુકી છે.
ફિલ્મોની કેટલી કમાણી
વર્ષ ૨૦૧૮ના પ્રથમ છ મહિનાના ગાળામાં જ બોલિવુડે રેકોર્ડ કમાણી કરી લીધી છે. છ મહિનામાં બોલિવુડે બોક્સ ઓફિસ પર ૨૦૦૦ કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે ગયા વર્ષે શરૂઆતના છ મહિનામાં કમાણીનો આંકડો માત્ર ૧૫૫૦ કરોડનો રહ્યો હતો. આ વર્ષે જે ફિલ્મો શાનદાર કારોબાર કરી ચુકી છે તેમની વાત કરવામાં આવે તો સંજુ ફિલ્મની કમાણી સૌથી વધારે રહી છે. કઇ ફિલ્મની કેટલી કમાણી રહી છે તે નીચે મુજબ છે.
ફિલ્મ |
કમાણી |
પદ્માવત |
૩૦૨ કરોડ |
સોનુ કે ટીટુ કી સ્વીટી | ૧૦૯ કરોડ |
રેડ | ૧૦૩ કરોડ |
બાગી-૨ | ૧૬૪ કરોડ |
રાજી | ૧૨૪ કરોડ |
રેસ-૩ | ૧૬૬ કરોડ |
સંજુ |
૩૩૩ કરોડ |