હાડકામાં સતત દુખાવો રહેવાની બાબત એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા મોટી વયમાં વધારે જોવા મળે છે. મેડિકલ રિસર્ચના કહેવા મુજબ પુરૂષોની તુલનામાં મહિલાઓમાં આ સમસ્યા વધારે ગંભીર રીતે જોવા મળે છે. હાડકામાં દુખાવાની ફરિયાદો મહિલાઓ વધારે કરતી નજરે પડે છે. ભલે હાડકામાં પિડાની સમસ્યા સામાન્ય રીતે બોન ડેનસિટી ઓછી હોવાના કારણે અથવા તો ઇજા થવાના કારણે થાય છે પરંતુ તે કોઇ ગંભીર બિમારીનો સંકેત પણ હોઇ શકે છે. હાડકામાં એકાએક પીડા થવાની બાબત માટે કેટલાક કારણો હોઇ શકે છે. ઇજા અથવા તો શરીરના કોઇ અંગમાં વધારે પડતા ઉપયોગ અથવા તો બ્લડ સર્કુયલેશનમાં અડચણ આવવાના કારણે આવુ બની શકે છે. આવી જ રીતે જુના ઓસ્ટિયો આર્થરાઇટિસ, લ્યુપક અથવા તો સિકલ સેલ અનિમિયાના કારણે પણ એકાએક જોડકામાં તકલીફ ઉભી થઇ શકે છે. આજકલ યુવાનો ફિટ રહેવા માટે ઓનલાઇન ચેનલનો સહારો મેળવતા હોય છે.
સારા શરીર માટે જુંબા અને એરોબિક્સ કરે છે. પરંતુ ટ્રેનર વગર આ પ્રકારની જટિલ કસરત કરવાથી હાડકામાં દુખાવા શરૂ થઇ જાય છે. યુવાનો શરીર બનાવવા માટે કેટલાક પ્રકારના પ્રોટીન સપ્ટિમેન્ટસનો ઉપયોગ પણ કરતા રહે છે. કેટલાક સપ્લિમેન્ટ્સમાં સ્ટેરોઇડનુ પ્રમાણ હોય છે. જેના કારણે નસો સંકુચિત થઇ જાય છે. જેના કારણે બોન ટિશ્યુ ડેમેજ થઇ જાય છે. કેટલાક લોકો મોડી રાત સુધી પાર્ટી કરતા રહે છે. કેટલાક લોકો મોડી રાત સુધી કામ કરતા રહે છે. જેના કારણે તેમની ઉંઘ પૂર્ણ થઇ શકતી નથી. આના કારણે ભરપુર ઉંઘ નહીં લેવાના કારણે પણ જોડમાં દુખાવા રહે છે. ફાસ્ટ ફુડ ખાવાની ટેવ આજના સમયમાં સામાન્ય સમસ્યા છે. જો હાડકાની સમસ્યાથી બચવાની ઇચ્છા છે તો દુખની બનેલી ચીજોનો જ ઉપયોગ કરવો જોઇએ. બેસતી વેળા પોતાની પોઝિશનિંગની હમેંશા કાળજી રાખવામાં આવે તે જરૂરી છે. જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી સીધા બેઠા રહેવાના પ્રયાસ કરવા જોઇએ.
સાથે સાથે એક પોઝિશનમાં લાંબા સમય સુધી બેસવાની બાબત પણ યોગ્ય નથી. દરેક ૨૦ મિનિટમાં પોતાની પોઝિશનિંગ જગ્યાએ ઉભા થવાની સ્થિતીમાં હાડકાના દર્દને ટાળી શકાય છે. માંસપેશિયામાં ખેંચને રોકી શકાય છે. કેલ્શિયમયુક્ત ભોજનને પણ ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે.સ્તન કેન્સરની દવાઓ હાડકાઓને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વન્ડર ડ્રગ તરીકે લોકપ્રિય ‘એક્ઝેમેસ્ટેન’થી હાંડકાઓને નુકસાન થાય છે. આના કારણે હાંડકાઓને ત્રણ ગણું વધુ નુકસાન થાય છે. સ્તન કેન્સરના દર્દીઓ દ્વારા સામાન્ય રીતે આ જ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચ વર્ષ સુધી દિવસમાં એક વખત આ દવા લેવાથી હાડકાઓને નોંધપાત્ર નુકસાન થાય છે. આ દવા વય સંબંધિત નુકસાન પણ પહોંચાડે છે. બોન મિનરલ ડેન્સીટી (બીએમડી)માં પણ ત્રણ ગણુ વધુ નુકસાન પહોંચાડે છે. ફ્રેક્ચરની તકોમાં પણ વધારો કરે છે. મેડીકલ જનરલ લેનસેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આ દવાના કારણે કોર્ટિકલ હાડકાઓને ભારે નુકસાન થાય છે. કેનેડાના સંશોધકોએ આ મુજબની માહિતી આપી છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓમાં પણ આ ખતરનાક સાબિત થઈ શકે છે. તારણોને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે ૮૦ ટકા ફ્રેક્ટર મોટીવયમાં થાય છે અને કોર્ટિકલ હાડકાઓને વધુ નુકસાન થાય છે. ઓન્કોલોજીસ્ટ નિષ્ણાંત ભાવના શિરોહીએ કહ્યું છે કે કેન્સરની વન્ડર ડ્રગ ગણાતી આ દવા ભારતમાં પણ લોકપ્રિય છે. સ્તન કેન્સરની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. શિરોહીનું કહેવું છે કે આ દવા ઓસ્ટ્રોજન પ્રોડક્શનને ઘટાડે છે. આનાથી સ્તન ટ્યુમરનો વિકાસ બંદ થઈ જાય છે અથવા તો અટકી જાય છે. કેન્સર સાથે સંબંધિત આ અભ્યાસ બાદ આ દિશામાં વધુ અભ્યાસની પ્રવૃત્તિ શરૂ થઈ ચૂકી છે. હજારો મહિલાઓને આવરી લઈને અભ્યાસ હાથ ધરાયો હતો. કેલ્શિયમના ઘટક તત્વો ધરાવતી ચીજો હાડકાને મજબુત કરવામાં ભૂમિકા અદા કરે છે. જેમાં દુધ, કેળા અને અન્ય ચીજોનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે કોઇ અકસ્માતના કેસમાં તબીબો હાડકાને મજબુત કરવા અંગે દવા આપે છે.