સુરતના VR મોલને બૉમ્બથી ઉડાવી દેવા મુદ્દે મોટો ખુલાસો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બે દિવસ પહેલા સુરતના ડુમસમાં આવેલા વી આર મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. ધમકીભર્યા ઈ-મેઈલની તપાસમાં વિદેશના IP એડ્રેસથી આ મેઇલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. સુરતના VR મોલને બૉમ્બથી ઉડાવી દેવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. ધમકીભર્યા ઈ-મેઈલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે. ઈ-મેઈલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો હોવાની પોલીસને શંકા છે. VPN નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોવાની શક્યતા છે. કોઈ ટીખળખોરે ડરાવવા માટે VPN વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી ઈ-મેઈલ કર્યા હોઇ શકે છે. સમગ્ર મામલે IP એડ્રેસ, સર્વર, ઈ-મેઈલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમ ગુપ્તરાહે તપાસ કરવા રવાના થઈ છે.

Share This Article