પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની ધરપકડ પહેલા શુક્રવારે ચૂંટણીની રેલીમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 133 લોકોના મોત થયા હતા. જ્યારે 125 લોકો ઘાયલ થયા હતા. બલૂચિસ્તાનમાં બલૂચિસ્તાન આવામ પાર્ટીના નેતા સિરાઝ રાયસાનીની રેલીને નિશાનો બનાવ્યો હતો.
જિલ્લા પોલીસ અધિકારી મોહમ્મદ અયૂબ અચજકઇએ કહ્યુ કે, નેતા ઘાયલ થયા હતા. રાયસીની પૂર્વ મુખ્યમંત્રી નવાબ અસલમ રાયસાનીના ભાઇ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે, આઇ.એસ.આઇ.એસે આ હુમલાની જવાબદારી લીધી છે.
શરૂઆતમાં મૃતકોની સંખ્યા વધારે નહોતી. બાદમાં ધીરે ધીરે સંખ્યાંમાં વધારો થયો હતા. 16 થી 20 કિલો વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો. પાકિસાતનમાં ચૂંટણીનો માહોલ બન્યો છે. ત્યારે રાજનીતિ પણ ચરમસીમાએ પહોંચી છે. ઇમરાનખાનની વાઇફનું પુસ્તક પબ્લિશ થવુ, નવાઝ શરીફ અને તેની દીકરીની ધરપકડ થવી, આ બધા બાબત રાજનીતિ તરફ ઇશારો કરી રહ્યા છે. 25 જુલાઇએ ચૂંટણી પત્યા બાદ કદાચ માહોલ ઠંડો થઇ જાય.