બોલીવુડ ના ફેમસ સિંગર સુદેશ ભોંસલે એ તેમના સુરીલા અવાજથી અમદાવાદીઓને મંત્રમુગ્ધ કર્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગત રોજ શહેરના રાજપથ ક્લબ ખાતે બોલીવુડ ના ફેમસ સિંગર સુદેશ ભોંસલે નો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાયો હતો. જેમાં તેમણે પોતાના આગવા અંદાજમાં ગાયિકી અને મિમિક્રી દ્વારા શહેરીજનોને ખુશ કરી દીધા હતા.આ મ્યુઝિકલ કોન્સર્ટ હાઉસફુલ રહ્યો હતો. તેમણે બોલીવુડ ના શહેનશાહ એવા અમિતાભ બચ્ચન માટે ઘણા પ્રખ્યાત ગીતો ગાયા છે. તેથી તેમને વોઇસ ઓફ બચ્ચન તરીકે પણ ઓળખાય છે.

આજના જમાનાના મ્યુઝિક વિશે વાત કરતા તેઓ કહે છે કે હું અત્યારના બધા જ સિંગર જેમકે અરિજિત સિંધ, મિકા સિંઘ અને ઘણા બધા ના ગીતો સાંભળુ છુ. મારૂ માનવું છે કે આપણે જૂના જમાના અને નવા જમાના ના ગીતો અને સંગીત ની સરખામણી ન કરવી જોઈએ. બંને પોતપોતાની જગ્યાએ અલગ જ છે. આજ નું યૂથ ખૂબ જ ટેલેન્ટેડ છે. અત્યારના રિયાલિટી શો માં જેટલા પણ બાળકો મહેનત કરી ને ગીતો ગાય છે તેઓ આગળ જઈ ને ચોક્કસ સફળ થાય છે.

Share This Article