ઈન્દિરા ગાંધી પર આધારિત ફિલ્મ માટે કંગના રનૌત દિલ્હી જવા રવાના

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મ ઈમરજન્સીમાં કંગના ત્રણ જવાબદારી નિભાવી રહી છે. ફિલ્મમાં લીડ રોલ ઉપરાંત તેણે પ્રોડક્શન અને ડાયરેક્શનની જવાબદારી પણ સંભાળી છે. અગાઉ તેણે મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી માટે ડાયરેક્ટરની હેટ પહેરી હતી. ઈમરજન્સીને રીતેશ શાહ લખવાના છે, જે અગાઉ પિન્ક, કહાની, કહાની ૨, રોકી હેન્ડસેમ જેવી ફિલ્મોની સ્ક્રિપ્ટ તૈયાર કરી ચૂક્યા છે.

કંગનાની ધાકડ ફિલ્મ પણ તેમણે જ લખી છે. કંગનાએ અગાઉ જણાવ્યું હતું કે, ઈમરજન્સી એ બાયોપિક નથી, પરંતુ પોલિટિકલ ડ્રામા છે. ઈમરજન્સી ઉપરાંત કંગના ટીકુ વેડ્‌સ શેરુમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર સાથે કામ કરી રહી છે. તેજસ ફિલ્મમાં કંગનાએ એર ફોર્સ પાઈલટનો રોલ કર્યો છે.  બોક્સ ઓફિસ પર ધાકડની ધબડકા બાદ પણ કંગના રણોતે હથિયાર હેઠા મૂક્યા નથી.

નિષ્ફળતામાં ડૂબી જવાના બદલે કંગનાએ અપકમિંગ ફિલ્મોની તૈયારી શરૂ કરી છે. ઈન્દિરા ગાંધીની બાયોપિક પર પોલિટિકલ ડ્રામા ઈમરજન્સી બનાવવાની છે. આ સબજેક્ટ પર વધુ ડીટેઈલ મેળવવા માટે કંગના દિલ્હી રવાના થઈ હતી.

Share This Article