બોલીવુડના બધા સ્ટાર કલાકારો મોદીને મળ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : બોલીવુડના અનેક દિગ્ગજ સ્ટારો ગઇ કાલે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીરસિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જાહર, એકતા કપૂર, વરુણ ધવન, વિકી કૌશલ, રાજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના, ભૂમિ પેડનેકર, રોહિત શેટ્ટી અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનને મળવા માટે પહોંચેલા આ કલાકારોએ દિલ્હીમાં એરપોર્ટ ઉપર પણ ફોટો પડાવ્યો હતો.

ત્યારબાદ બોલીવુડના સ્ટારો મોદીને મળવા માટે પહોંચ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નવી પેઢીના કલાકારોને મળવા માટે મોદીએ બોલાવ્યા હતા. ફિલ્મો સમાજ ઉપર કઇરીતે અસર કરે છે તેની ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ સોશિયલ મિડિયા ઉપર બોલીવુડ કલાકારોને બોલાવાતા ટિકા થઇ હતી. કારણ કે, તેમાં કોઇ અભિનેત્રી ન હતી. આ વખતે મહિલાઓને પણ બોલાવાઈ હતી.

Share This Article