મુંબઇ: હિન્દી સિનેમાના સુપરસ્ટાર વિનોદ ખન્નાના જન્મદિવસે ચાહકોએ તેમને યાદ કર્યા હતા. છટ્ઠી ઓક્ટોબર ૧૯૪૬ના દિવસે જન્મેલા વિનોદ ખન્નાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ટોલ, ડાર્ક અને હેન્ડસમ સ્ટાર તરીકે ગણવામાં આવતા હતા. તમામ ચાહકોએ તેમને આજે યાદ કર્યા હતા. બોલિવુડમાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દશકમાં લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચેલા વિનોદ ખન્નાએ બોલિવુડ કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૬૮માં ફિલ્મ મન કા મિત મારફતે કરી હતી. મેરે અપને, મેરા ગાંવ મેરા દેશ, ગદ્દાર, જેલયાત્રા, ઈમ્તીહાન, ઈનકાર, મુકદ્દર કા સિકંદર, કચ્ચે ધાગે, અમર અકબર એન્થોની, રાજપુત, કુરબાની, કુદરત, દયાવાન, સૂર્યા, સત્યમેવ જયતે, ઈન્સાફ જેવી સુપર હિટ ફિલ્મોમાં વિનોદ ખન્નાએ ભૂમિકા અદા કરી હતી.
બોલિવુડ ફિલ્મના અભિનેતા અને નિર્માતા વિનોદ ખન્ના છેલ્લા કેન્સરથી ગ્રસ્ત થઇ ગયા હતા અને એપ્રિલ ૨૦૧૭માં તેમનુ અવસાન થયુ હતુ. ૧૯૬૮માં ફિલ્મમાં એન્ટ્રી કરતા પહેલા ખન્નાએ નેગેટીવ રોલ અને બીજા નાના રોલ કર્યા હતા. મેરે અપને ફિલ્મ મારફતે વિનોદ ખન્નાએ શાનદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ ધર્મેન્દ્ર અભિનિત મેરા ગાંવ મેરા દેશ સાથે લોકપ્રિયતા જગાવી હતી. આ ફિલ્મમાં મુખ્ય વિલન તરીકેની ભૂમિકામાં વિનોદ ખન્નાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ચાહકોમાં લોકપ્રિયતા મેળવી હતી. ૧૯૮૨માં જ્યારે વિનોદ ખન્ના પોતાની કેરિયરમાં સર્વોચ્ચ ઉંચી સપાટી પર હતા ત્યારે એકાએક તેમના ધાર્મિક ગુરૂ ઓશો રજનીશના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી એકાએક છોડી દઈને કરોડો ચાહકોને ચોંકાવી દીધા હતા. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ વિનોદ ખન્ના પરત ફર્યા હતા અને બેક ટુ બેક ઈન્સાફ અને સત્યમેવ જયતે જેવી હીટ ફિલ્મો આપી હતી. બોલિવુડમાં મોસ્ટ હેન્ડસમ અભિનેતા પૈકીના એક તરીકે તેમની ગણતરી થતી હતી. ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના અને શમ્મી કપૂર સાથે તેમની ગણતરી થતી હતી.
વિનોદ ખન્નાનો જન્મ પંજાબી પરિવારમાં છઠ્ઠી ઓકટોબર ૧૯૪૬ના દિવસે થયો હતો. પેશાવરમાં તે વખતે તેમનો જન્મ થયો હતો. હાલમાં જે પાકિસ્તાનમાં છે. તેમની ત્રણ બહેનો અને એક ભાઈ હતા. તેમના જન્મ બાદ ટુંકા ગાળામાં જ ભારતના ભાગલા થયા અને તેમના પરિવારના સભ્યો પેશાવર છોડીને મુંબઈ આવી ગયા હતા. બીજા ધોરણ સુધી વિનોદ ખન્નામાં સેન્ટ મેરી સ્કુલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૫૭માં તેમના પરિવારના સભ્યો દિલ્હી આવી ગયા હતા અને દિલ્હી પÂબ્લક સ્કુલમાં તેમના અભ્યાસની પ્રક્રિયા આગળ વધી હતી. સ્કુલના ગાળા દરમિયાન વિનોદ ખન્નાએ મુઘલે આઝામ અને સોલવા સાલ જેવી ફિલ્મો નિહાળી હતી અને તેમને ફિલ્મોમાં એકાએક રસ પડ્યો હતો. મુંબઈમાં કોમર્સ ડિગ્રીથી ગ્રેજ્યુએટ થયા હતા. વિનોદ ખન્નાએ ૧૯૬૮માં સુનિલ દત્તની ફિલ્મ મનકા મીત મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સુનિલ દત્તે અભિનેતા તરીકેની ભૂમિકા ભજવી હતી. પોતાની કેરિયરની શરૂઆતમાં પુરબ ઔર પશ્ચિમ, સચ્ચા જુઠા, આન મિલો સજના, મસ્તાના જેવી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી.
વિનોદ ખન્ના બોલિવુડમાં ખૂબ ઓછા એવા અભિનેતામાં રહ્યા છે જે અભિનેતાએ પહેલા વિલનની ભૂમિકા ભજવ્યા બાદ અભિનેતા બન્યા હતા. વિનોદ ખન્નાને સોલો અભિનેતા તરીકેની ભૂમિકા ૧૯૭૧માં હમ તુમ ઔર વોમાં મળી હતી. જેમાં તેમની સાથે ભારતી વિષ્ણુવર્ધન અભિનેત્રી હતી. ત્યારબાદ ૧૯૭૧ની ગુલઝાર દ્વારા નિર્દેશિત મેરે અપને ફિલ્મ મળી હતી. ગુલઝારની અન્ય એક ફિલ્મ અચાનકમાં આર્મી ઓફિસરની ભૂમિકા હજુ સુધી ભુલી શક્યા નથી. ૧૯૭૩-૮૨ વચ્ચેના ગાળામાં વિનોદ ખન્નાએ તમામ ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકેની ભૂમિકા કરી હતી.
જેમાં વિદ્યા સિંહા સાથે ઈનકાર, લીના ચંદ્રાવકર સાથે ૧૯૮૦માં જાલી, ૧૯૭૫માં કેદ, મોસમી ચેટર્જી સાથે ફરેબી, હત્યારાનો સમાવેશ થાય છે. યોગીતા બાલી સાથે ગદ્દાર જેવી ફિલ્મ કરી હતી. વિનોદ ખન્નાએ અનેક યાદગાર ફિલ્મો કરી હતી. જેમાં મેરા ગાવ મેરા દેશ, ઇÂમ્તહાન, ઇન્કાર, અમર અકબર એન્થોની, લહુ કે દો રંગ, કુરબાની, દયાવાન, પરવરીશ, દ બ‹નગ ટ્રેનનો સમાવેશ થાય છે. તે છેલ્લે શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલેમાં નજરે પડ્યા હતા. અમિતાભ બચ્ચનની સાથે વિનોદ ખન્નાની કેટલીક ફિલ્મો હતી. જેના કારણે બન્ને વચ્ચે જારદાર ટક્કર હતી. અમિતાભ સાથે ખુન પસીના, અમર અકબર એન્થોની, પરવરીશ, જમીરનો સમાવેશ થાય છે. બોલિવુડના સૌથી દેખાવડા સ્ટાર તરીકે તેની ઓળખ ઉભી થઇ હતી.