તારા સુતારિયા સાથે મિત્રતા ટાઇગરની વધી છે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  ટાઇગર શ્રોફ અને દિશા પટણી વચ્ચે વચ્ચ કોઇ પણ પ્રકારના બ્રેકના અહેવાલને હવે રદિયો મળી ગયો છે. કારણ કે હાલમાં જ ટાઇગર અને દિશા ફરી એકવાર ડિનર ડેટ પર સાથે નજરે પડી ચુક્યા છે. આની સાથે જ સાબિતી મળી ગઇ છે કે દિશા અને ટાઇગર વચ્ચે કેમિસ્ટ્રી અને પ્રેમ સંબંધ અકબંધ છે. હાલમાં એવા હેવાલ આવ્યા હતા કે ટાઇગર અને દિશા પારસ્પરિક રીતે મળીને એકબીજાથી એવગ રહેવાનો નિર્ણય કરી ચુક્યા છે. ટાઇગર હાલમાં કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ય યર-૨ ફિલ્મમાં કામ કરી રહી રહ્યો છે.

આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે તેની સાથે તારા સુતારિયા અને ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે કામ કરી રહી છે. ટાઇગર અને તારા વચ્ચે વધતી જતી મિત્રતા વચ્ચે એવા હેવાલ આવી રહ્યાહતા કે ટાઇગર અને દિશા વચ્ચેના સંબંધનો અંત આવી ગયો છે. ડિનર ડેટ પર ટાઇગર શ્રોફની સાથે ટાઇગરની માતા આયશા શ્રોફ પણ નજરે પડી હતી. ટાઇગર અને દિશાના સંબંધને શ્રોફ પરિવાર પણ પસંદ કરે છે. બીજી બાજુ દિશાને હાલમાં કેટલીક મોટી ફિલ્મ મળી ગઇ છે. જે પૈકી એક ફિલ્મ ભારત છે. જેમાં સલમાન ખાન અને કેટરીના કેફ પણ કામ કરી રહી છે.

તબ્બુ પણ ફિલ્મમાં સારા રોલમાં છે. ટાઇગર હવે બોલિવુડમાં એક એક્શન સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે. એક ફિલ્મમાં તે રિતિક રોશન સાથે નજરે પડનાર છે. જેમાં વાણી કપુર અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. બોલિવુડમાં દિશા હવે આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. સુપરસ્ટાર સલમાન ખાન જેવા મોટા સ્ટાર સાથે તેને ભારત ફિલ્મ મળી ગયા બાદ હવે ઉત્સુકતા વધી છે. તેના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. દિશા ફિલ્મો કરતા તેના બોલ્ડ અને સેક્સી ફોટાના કારણે વધારે ચર્ચામાં રહે છે. હાલમાં તેના કેટલાક નવા ફોટો જારી કરવામાં આવ્યા હતા.

Share This Article