હવે પરિણિતીની રોમેન્ટિક ફિલ્મ ૧૯મીએ રજૂ કરાશે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇઃ બોલિવુડમાં હાલમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી પરિણિતી ચોપડા આગામી મહિનામાં રજૂ કરવામાં આવનાર પોતાની ફિલ્મ નમસ્તે લંડનને લઇને આશાવાદી છે. આ  ફિલ્મ ૧૯મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે.

હાલમાં ત્રણ મોટી ફિલ્મ હાથમાં ધરાવે છે. જે પૈકી એક ફિલ્મ અક્ષય કુમારની સાથે છે જ્યારે અન્ય બે ફિલ્મો અર્જુન કપુરની સાથે છે. જેમાં સંદીપ ઔર પિન્કી ફરારનો સમાવેશ થાય છે. આ ફિલ્મ પહેલી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જ્યારે નમસ્તે લંડન ૧૯મી ઓક્ટોબરના દિવસે રજૂ કરાશે. તેની પાસે મોટા બજેટની કેસરી નામની ફિલ્મ છે. જેમાં તે અક્ષય કુમારની સાથે કામ કરી રહી છે. બોલિવુડના સૌથી સફળ સ્ટાર પૈકી એક એવા અક્ષય કુમારની સાથે તેની આ ફિલ્મ ૨૧મી માર્ચ ૨૦૧૯ના દિવસે રજૂ કરવાની તૈયારી છે.

પરિણિતી ચોપડાએ કહ્યુ છે કે તે ફિટનેસને સૌથી વધારે પ્રાથમિકતા આપે છે. કોઇ પણ કામ હોય તો પણ તે ફિટનેસને લઇને ઉદાસીનતા રાખતી નથી. ફિટનેસના મામલે તે કોઇ બાંધછોડ પણ કરતી નથી. વર્ષ ૨૦૧૬માં ફિલ્મોમાંથી બ્રેક લીધા બાદ પરિણિતી ચોપડાએ મોટા ભાગે શારરિક ફિટનેસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. તેનુ કહેવુ છે કે તેને ફિટનેસ પર ધ્યાન આપવામાં આવ્યા બાદ ફાયદો થયો છે.

રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેઇનમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. પહેલા કરતા વધારે ફિટ અને સારી દેખાયા બાદ તે ગોલમાલ અગેઇનમાં ચમકી હતી. તેના વજનમાં ઘટાડો થયા બાદ તે વધારે ખુશ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા પરિણિતી ચોપડાએ કહ્યુ છે કે ફિલ્મને લઇને તે ભારે આશાવાદી બનેલી છે. ચોપડા ભારે આશા જગાવી રહી છે.

Share This Article