વિનોદ દુઆ ઉપર હવે નિષ્ઠા જૈને આક્ષેપ કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : મી ટુ ચળવળ વધુને વધુ ગંભીર બની રહી છે અને એક પછી એક હસ્તીઓ સકંજામાં આવી રહી છે. ફિલ્મો, રાજકારણ, મિડિયા, બિઝનેસ અને તમામ જુદા જુદા ઉદ્યોગોમાંથી ટોચની હસ્તીઓ સકંજામાં આવી રહી છે. હવે ફિલ્મ નિર્માત્રી નિષ્ઠા જૈને ફેસબુક ઉપર જાતિય અને માનસિક સતામણીનો જાણિતા પત્રકાર વિનોદ દુઆ ઉપર આક્ષેપ કર્યા છે.

જાણિતા પત્રકાર વિનોદ દુઆ એવા બીજા પત્રકાર છે જેમના ઉપર હવે આ પ્રકારના આક્ષેપો થયા છે. નિષ્ઠા જૈને ફેસબુક ઉપર એક વિસ્તૃત પોસ્ટ જારી કરીને તે કઇરીતે તેમને મળી હતી અને ત્યારબાદ શું થયું તે અંગે માહિતી આપી છે. નિષ્ઠા જૈનનું કહેવું છે કે, વિનોદ દુઆ તેમની સાથે કામ કરતી વેળા અશ્લિલ પ્રકારના જાક કરતા હતા. જાબ ઇન્ટરવ્યુ દરમિયાન અયોગ્ય વાત કરી હતી. કામ કરવાની શરૂઆત કરી ચુકી હતી ત્યારે તેમને સ્પર્શ કરવાના પ્રયાસ પણ કર્યા હતા.

તેનું કહેવું છે કે, વિનોદ દુઆ ઉપર તેમના આક્ષેપો લાંબા સમય બાદ આવ્યા છે. બીજી બાજુ વિનોદ દુઆ ઉપર આક્ષેપો થયા બાદ પત્રકાર જગતમાં ખળભળાટ મચી ગયો છે. વિનોદ દુઆની પુત્રી આ પ્રકારના આક્ષેપોનો કઇરીતે જવાબ આપે છે તે બાબત હવે ખુબ મહત્વપૂર્ણ બની ગઈ છે. મી ટુ ચળવળ દિનપ્રતિદિન વધુને વધુ ગંભીર બની રહી છે અને વધુ લોકોના નામ સપાટી ઉપર ઓ તેમ માનવામાં આવે છે.

Share This Article