સ્ટાર જાન્હવી કપુર ફિલ્મી કેરિયરને લઇ ખુબ ગંભીર

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : બોલિવુડની વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર હવે  બોલિવુડમાં ગંભીરતાપૂર્વક આગળ વધવા માટે ઇચ્છુક છે. તે પોતાની ફિલ્મ પર ધ્યાન આપી રહી છે. જો કે તેને લઇને કેટલીક ચર્ચા પણ જોવા મળી રહી છે. તે પોતાના પિતાની એક ફિલ્મમાં પણ કામ કરવા જઇ રહી છે. કરણ જોહરની ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. હવે જાન્હવી કપુરના પ્રેમ સંબંધ અને તેના બોલ્ડ ફોટાઓની પણ ચર્ચા જોવા મળી રહી છે.હાલમાં તો ઇશાન અને જાન્હવી વચ્ચે પ્રેમ સંબંધની ચર્ચા બોલિવુડની સાથે સાથે સામાન્ય લોકોમાં પણ ચર્ચા છે. હાલમાં જ કરણ જાહરના ચેટ શો કાર્યક્રમ કોફી વીધ ધ કરણમાં અર્જુન કપુરે આ બાબતની કબુલાત કરી હતી કે ઇશાન હમેંશા જાન્હવીની આસપાસ રહે છે.

તેના આ નિવેદન બાદ આ બાબતને વેગ મળ્યુ હતુ કે બંને પ્રેમમાં છે. બંને રિલેશનશીપમાં હોવાના હેવાલને પણ સમર્થન મળ્યુ હતુ.  ઇશાન અને જાન્હવી એકબીજાના પ્રેમમાં છે. તેમની વચ્ચે પ્રેમ સંબંધને લઇને કેટલીક બાબતોન ખુલાસો કરવામાં આવી રહ્યો છે. ઇશાન અને જાન્હવી હાલમાં બંને પોતાની કેરિયરને બનાવવામાં સક્રિય છે. તેમની ફિલ્મના સંબંધમાં કેટલીક બાબતો જાણવા મળી રહી છે. જો કે ઇશાન હાલમાં ક્યાં પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે તે બાબત જાણી શકાઇ નથી.

બનં કલાકારો કેરિયર પર હાલ ધ્યાન આપી રહ્યા છે. જાન્હવી કપુર બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુક છે.  જાન્હવી કપુર બોલિવુડમાં હવે પગ જમાવી દેવામાં સફળ રહી છે. તેની સાથે સારા અલી ખાન અને અનન્યા પાન્ડે મુખ્ય રીતે યુવા પેઢીમાં મેદાનમાં છે. તેમની વચ્ચે હવે ટક્કર રહેનાર છે.

 

Share This Article