બોલીવુડ વિવિધ જાતીઓ, સંસ્કૃતિઓ, પરંપરાઓ અને દુનિયાભરના પ્રશંસકો ફેન્સને એકસાથે લાવવાનું મુખ્ય સ્થાન બની ગયું છે. સરહદોના પાર બોલીવુડના પ્રતિ દર્શકોના પ્યાર, જોશ અને જૂનૂનને ધ્યાનમાં રાખતાં દુનિયાભરમાં મશહૂર ડેન્યુબ ગ્રુપના લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદૂકોણ, નિર્માતા-નિર્દેશક કરણજોહર અને કેટલીક અન્ય હસ્તિઓની મૌજૂદગીમાં ૨૦૧૮માં ફિલ્મફેર મિડલ ઇસ્ટ મેગેઝીન રી-લોન્ચ કરી હતી. તેનો હેતુ સિલ્વર સ્ક્રિનના જાદૂને ફરીથી અરબની ફિઝાઓમાં વિખેરવા અને બોલીવુડના બેસ્ટને અહીંની દૂનિયાને રુબરુ કરાવવાનું હતુ. આ મેગેઝીનના પહેલાં સફળ વર્ષનો જશ્ન મનાવવા માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે જેમાં એક ખાસ ક્લાસ અને લગ્ઝરીની સુગંધ તો મહેસુસ કરવામાં જ આવશે. સાથે બોલીવુડ પર હાલના સમયમાં રાજ કરી રહેલ સિતારે પોતાની જોરદાર અદાઓનો જલવો બતાવશે. ૨૯ માર્ચે શાંગ્રી લા બાર અલ જિસ્સાહમાં સોનમ કપૂર આહૂજા, સ્વરા ભાસ્કર, તબ્બુથી લઇને રાજકુમાર રાવ, જિમ સરભ, અલી કુલી મિર્જા, ઇશાન ખટ્ટર અને જાન્વી કપૂર પોતાનો જલવો બતાવશે. ઓમાનના ગાયક હૈથમ મોહમ્મદ રફી આ રંગારંગ સાંજનું આગાજ કરશે.
ડેન્યુબ ગ્રુપના પ્રેસિડેન્ટ અને સંસ્થાપર રિઝવાન સાજને જણાવ્યું કે, “૨૦૧૮માં ૧.૩ બિલિયન ડોલરના ટર્નઓવરનો રેકોર્ડ તોડ્યા પછી અમે ખૂબ જ ઝડપથી વિકાસના રસ્તા પર વધી રહ્યાં છીએ. તેનો શ્રેય અમે દુનિયાભરમાં ફેલાયેલ બોલીવુડના પ્રશંસકો અને બિરાદરીને આપે છે. અમારી રણનીતિ માત્ર સાચા લોકો સુધી પહોંચાડવાનું છે અને તેની સાથે પોતાના જુડાવને ખૂબ જ સાધારણ રાખવાનું છે. અમે દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી એકની સાથે જોડાઇને ખૂબ જ ઉત્સાહિત છે. બોલીવુડની ફિલ્મ અને કલાકાર બધી સીમાઓ, સરહદોં અને જાતીયતીના બંધનોને તોડીને પૂરી દુનિયામાં પોતાના દર્શક વર્ગ સુધી પહોંચીએ છીએ.”
આ ભવ્ય સમારોહના પ્રતિ લોકોનો ઉત્સાહ અને ઉત્સુકતા અત્યારથી વધી રહી છે કારણકે તેમાં માત્ર બોલીવુડના હાલના સમયના સિતારા જ પોતાની ચમક બતાવતાં નથી, પરંતુ ફિલ્મી દુનિયામાં પોતાની ખાસ જગ્યા બનાવેલ શત્રુÎન સિન્હા, મધુર ભંડારકર, જેકી શ્રોફ, આશા પારીખ, રજા મુરાદ, શાન અને પદ્મિની કોલ્હાપૂરી જેવા સિતારા પણ પોતાની પહેચાનવાળી સ્ટાઇલમાં સમારોહમાં નજર આવશે.