કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ કરાશે નહીં

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ :  બોલિવુડની ક્વીન તરીકે જાણીતી કંગના રાણાવતની મણિકર્ણિકા અને રિતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ હવે એક સાથે રજૂ કરવામાં નહીં આવે તેવી શક્યતા છે. બંને ફિલ્મ પર ઘણુ કામ હજુ બાકી છે. જેથી બંનેની ફિલ્મ તેમની નિર્ધાિરત તારીખ પર રજૂ કરાશે નહી. જાણકાર લોકોનુ કહેવ છે કે કેટલાક સીનનુ શુટિંગ બંને ફિલ્મમાં બાકી છે. નિધારિત કાર્યક્રમ મુજબ બંને ફિલ્મો ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. નિર્માતા નિર્દેશકો દ્વારા બંને ફિલ્મોને સમય સીમા પર રજૂ કરવાના પ્રયાસમા છે. જા કે માહિતી મુજબ હજુ બંને ફિલ્મ નિર્ધાિરત સમય  પર રજૂ થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. કંગના રાણાવત પોતાની ફિલ્મ મણિકર્ણિકામાં પોસ્ટ પ્રોડક્શન અને સ્પેશિયલ ઇફેક્ટ્‌સ સાથે સંબંધિત કેટલાક કામ બાકી રહ્યા છે.

ફિલ્મના કેટલાક યુદ્ધ સીન કંગના રાણાવત ફરી એકવાર કરવા માટે ઇચ્છુક છે. રસપ્રદ બાબત એ છે કે રિતિક રોશનની સુપર ૩૦ની રજૂઆતની તારીખ પણ ૨૫મી જાન્યુઆરી છે. આવી જ રીતે કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકાની રજૂઆતની તારીખ પણ ૨૫મી જાન્યુઆરી જ રાખવામાં આવીછે. જા કે હવે એમ માનવામાં આવે છે કે બંને ફિલ્મ તેમની નિર્ધાિરત તારીખે રજૂ કરાશે નહી. રિતિકરોશનની ફિલ્મના નિર્માતાએ તો હજુ પ કહ્યુ છે કે ફિલ્મને નિર્ધાિરત સમય મુજબ રજૂ કરવામા આવનાર છે. બંને ફિલ્મને લઇને કેટલીક બાબત કોમન રહેલી છે. જે પૈકી એક બાબત એછે કે બંને ફિલ્મોના નિર્દેશકોને દુર કરીને બીજા નિર્દેશકોને રોકવામાં આવ્યા છે. હાલમાં તો બંને ફિલ્મની રજૂઆતની તારીખ ૨૫મી જાન્યુઆરી છે. જા બંને ફિલ્મો સથે રજૂકરાશે નહીં તો ઇમરાન હાશ્મીની ટી ઇÂન્ડયા પ્રજાસત્તાક દિવસના દિવસે રજૂકરવામાં આવનાર એકમાત્ર ફિલ્મ રહેશે. બીજી બાજુ કંગના રાણાવતે ઇચ્છા વ્યક્ત કરી છેકે તેની ફિલ્મ સોલો  રજૂ કરવામાં આવે.

કારણ કે એક સાથે કેટલીક ફિલ્મો રજૂ કરવામાં આવે તો તમામ ફિલ્મોને પુરતી સફળતા મળતી નથી. છેલ્લા કેટલાક સમયથી રિતિક રોશન અને કંગના રાણાવત વચ્ચે ખેંચતાણ રહી છે. જા કે હવે મામલો શાંત થઇ ગયો છે. તેમની વચ્ચેની લડાઇ તો પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. રિતિક રોશન અને કંગનાએ એકબીજાસાથે ગંભીર પ્રકારના પર્સનલ પ્રહારો કર્યા હતા. કંગના રાણાવત અને રિતિક રોશનવચ્ચે  સંબંધ હતા. કંગના જાહેરમાં કહી ચુકીછે કે રિતિક રોશનની સાથે તે રિલેશનશીપમાં હતી. જા કે આ મામલો ખુબ ગંભીર બન્યો હતો.મામલો કોર્ટમાં પહોંચી ગયો હતો. કંગના રાણાવત બોલિવુડમાં અનેક મોટીફિલ્મમાં કામકરી ચુકી છે. તેના કહેવા મુજબ તે પોતાની કુશળતાના આધાર પર આગળ વધી રહી છે. તેનીયાદગાર ફિલ્મોમાં ક્વીન, રિવોલ્વર રાની, તનુ વેડ્‌સ મનુ ફિલ્મનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પરસુપર હિટ સાબિત થઇ હતી. તેની રંગુન ફિલ્મમાં પણ યાદગાર ભૂમિકા હતી.જેમાં તેનીભૂમિકાની ચારેબાજુ પ્રશસા કરવામાં આવી હતી. બીજી બાજુ રિતિક તો સુપર સ્ટાર પૈકીછે.

Share This Article