મુંબઈ : વર્ષ ૨૦૧૮ની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે આ વર્ષમાં અનેક મોટી ઘટનાઓ બોલીવુડમાં પણ જોવા મળી છે જેની ચારેબાજુ ચર્ચા રહી છે. આ વર્ષમાં રાજકુમાર રાવ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, આયુષ્યમાન ખુરાનાએ ભારે ચર્ચા જગાવી છે. મેગા બજેટની ફિલ્મો ફ્લોપ રહી છે જ્યારે સસ્તા બજેટની કેટલીક ફિલ્મો બોલીવુડમાં ધુમ મચાવી ચુકી છે. મહિલાઓ ઉપર આધારિત ફિલ્મ પણ બની છે. બધાઈ હો ચાહકોને ખુબ પસંદ પડી છે. આ વર્ષમાં સલમાન ખાન બોલીવુડમાં છવાયેલો રહ્યો હતો. બોલીવુડમાં આ વર્ષે જેકલીનની પણ બોલબાલા રહી હતી. આલિયા ભટ્ટ પણ છવાયેલી રહી હતી. જુદી જુદી ઘટનાઓ જે ચર્ચામાં રહી તે નીચે મુજબ છે.
પદ્માવત વિવાદ
વર્ષ ૨૦૧૮માં જેની સૌથી વધારે ચર્ચા જાવા મળી હતી તે સંજયલીલા ભણશાણીની ફિલ્મ પદ્માવત આખરે રજૂ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં રાજપૂત સમુદાયની કરણી સેના દ્વારા આનો જારદાર વિરોધ કરવામાં આવ્યો હતો. દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. જો કે, અંતે રણવીર અને દિપીકાની ફિલ્મ રજૂ થઇ હતી. ૨૦૧૮માં આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ઘણી સફળતા મેળવી હતી. ફિલ્મમાં દિપીકાએ પદ્માવતીની ભૂમિકા અદા કરી હતી. ફિલ્મમાં રણવીરે અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા અદા કરી હતી જ્યારે રાણા રતનસિંહની ભૂમિકામાં શાહિદ કપૂરે તમામનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સફળ સાબિત થઇ હતી.
સંજય દત્ત પરની સંજુ ફિલ્મ સૌથી સફળ
સંજય દત્ત ઉપર બનાવવામાં આવેલી સંજુ ફિલ્મ વર્ષ ૨૦૧૮ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મે ૫૮૬.૮૫ કરોડ રૂપિયાની વિશ્વભરમાં કમાણી કરી હતી. વિદુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાણી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મમાં રણબીર કપૂરે પોતાની કુશળતા સાબિત કરી હતી. આની સાથે જ તે ફરીવાર બોલીવુડમાં સૌથી લોકપ્રિય અભિનેતા તરીકે ઉભરી આવ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે સોનમ કપૂર, દિયા મિર્ઝાની મુખ્ય ભૂમિકા હતી. વીકી કૌશલની પણ આ ફિલ્મમાં મોટી ભૂમિકા રહી હતી.
કેદારનાથ ફિલ્મ વિવાદ
સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ કેદારનાથે રજૂઆત પહેલા જ ચર્ચા જગાવી હતી હતી. આ ફિલ્મ હિન્દુ અને મુસ્લિમ પ્રેમ પ્રકરણ ઉપર આધારિત હતી જેના લીધે આનો વિરોધ થયો હતો. ઘણા રાજ્યોમાં આ ફિલ્મની રજૂઆત સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આખરે આ ફિલ્મને પણ વર્ષના અંતે રજૂ કરવામાં આવી હતી. નિર્માતા નિર્દેશકોને લઇને પહેલા વિવાદ થયો હતો. ત્યારબાદ કલાકારોને લઇને પણ વિવાદ થયો હતો. અભિનેતાઓને લઇને પણ વિવાદ થયો હતો. જા કે, અંતે વર્ષ ૨૦૧૮ના અંતે ફિલ્મ રજૂ કરાઈ હતી. ફિલ્મમાં સુશાંત રાજપૂતે ભૂમિકા અદા કરી હતી.
મી ટુ અભિયાનથી હાહાકાર
બોલીવુડમાં મી ટુના કારણે હાહાકાર મચી ગયો હતો. અનેક મોટી હસ્તીઓ ખુલ્લી પડી ગઈ હતી જેમાં નાના પાટેકર, સાજિદ ખાન, વિકાસ બહલ, આલોકનાથ, સુભાષ ઘઈ જેવી હસ્તીઓ બહાર પડી ગઈ હતી તેમને લઇને ગંભીર પ્રકારના આક્ષેપ થયા હતા. ખાસ કરીને નિર્માતા નિર્દેશકો દ્વારા અભિનેત્રીઓ સાથે જાતિય શોષણને લઇને મામલો ગરમ બન્યો હતો. આની શરૂઆત બોલીવુડની અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા શરૂઆત થઇ હતી. તનુશ્રીએ જાતિય સતામણીનો આક્ષેપ નાના પાટેકર ઉપર કર્યા બાદ આની શરૂઆત થઇ હતી. પછી આલોકનાથ, વિકાસ બહલ, વિવેક અગ્નિહોત્રી, રજત કપૂર, ચેતન ભગત ઉપર પણ આવા જ આક્ષેપ થયા હતા. સાજિદ ખાનને હાઉસફુલ જેવી ફિલ્મ છોડવાની ફરજ પડી હતી. અનેક નિર્માતા નિર્દેશકની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. મામલા પોલીસમાં પહોંચ્યા હતા. હજુ પણ આ પ્રકારના આક્ષેપો જારી છે.
સોનાલી બેન્દ્રે, ઇરફાનની બિમારીને લઇને ચર્ચા
બોલીવુડની વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી સોનાલી બેન્દ્રે કેન્સરથી ગ્રસ્ત છે તેવી બાબત સપાટી ઉપર આવ્યા બાદ આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ઇન્ટરનેટ પર સૌથી પહેલા આ વાત સપાટી ઉપર આવી હતી. સોનાલીના ચાહકો પણ દુખી થયા હતા. જો કે, સોનાલી હવે સારવાર બાદ રિકવર થઇ રહી છે. તેના ભાવનાશીલ પત્રો અને તેના ફોટાઓએ ચર્ચા જગાવી હતી. બોલીવુડના ત્રણેય ખાન સાથે કામ કરી ચુકેલી સોનાલી બેન્દ્રે વહેલીતકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ શરૂ થઇ હતી. આ ઉપરાંત બોલીવુડના સ્ટાર અભિનેતા ઇરફાન ખાનને મોટી બિમારીના સમાચાર પણ આવ્યા હતા. જેના લીધે ચાહકો ચોંકી ગયા હતા. ઇરફાન હજુ પણ શૂટિંગથી દૂર છે.
ઇરફાને પણ લાઈફ સામે સંઘર્ષને લઇને અનેક બાબતો સોશિયલ મિડિયા ઉપર રજૂ કરી હતી અને ચર્ચા જગાવી હતી. આયુષ્યમાન ખુરાનાની પત્નિ તાહિરા પણ સ્તન કેન્સરથી ગ્રસ્ત છે.
સોનમ અને આનંદ આહૂજાના લગ્ન
અનિલ કપૂરની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન સાથે બોલીવુડમાં લગ્નની સિઝન શરૂ થઇ હતી. ૮મી મે ૨૦૧૮ના દિવસે આ લગ્ન થયા હતા. બોલીવુડમાં સૌથી મોટી બાબત આ લગ્ન તરીકેની રહી હતી. લગ્નમાં તમામ સેલિબ્રીટીઓ ઉપસ્થિત રહી હતી. સોનમ કપૂર મોડલિંગ અને ફિલ્મ ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી ચુકી છે.
રણવીર અને દિપીકાના લગ્ન
છ વર્ષ સુધી પ્રેમ સંબંધોમાં રહ્યા બાદ આખરે રણવીરસિંહ અને દિપીકાએ તમામ અટકળોનો અંત આવીને ૧૪મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે ઇટાલીમાં લેકકોમોમાં લગ્ન કરી લીધા હતા. લગ્નમાં કાર્યક્રમો ઘણા દિવસ સુથી ચાલ્યા હતા. બે દિવસીય લગ્ન કાર્યક્રમમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો ઉપÂસ્થત રહ્યા હતા. ત્યારબાદ મુંબઈમાં અને બેંગ્લોરમાં ભવ્ય પાર્ટીઓનું આયોજન થયું હતુ જેમાં તમામ હસ્તીઓ પહોંચી હતી. બેંગ્લોરમાં એક અને મુંબઈમાં બે પાર્ટીઓ યોજાઈ હતી. કરોડોનો ખર્ચ થયો હતો. સંજય લીલાની ફિલ્મમાં આ બંનેની જોડી ભારે ધુમ મચાવી ચુકી છે જેમાં પદ્માવત ઉપરાંત રાસલીલા, બાજીરાવ મસ્તાનીનો સમાવેશ થાય છે જેમાં બાજીરાવની ભૂમિકામાં નજરે પડ્યો હતો.
પ્રિયંકા ચોપડા અને નિકના લગ્ન
પ્રિયંકા ચોપડા અને નિક જાનાસના લગ્નએ પણ ભારે ચર્ચા જગાવી હતી. આ બંનેએ જોધપુરમાં શાહી અંદાજથી લગ્ન કર્યા હતા. દેશી ગર્લ પ્રિયંકા ચોપડા તેના પ્રેમી નિક જાનાસ સાથે હિન્દુ અને ખ્રિસ્તી પરંપરાથી લગ્ન કર્યા હતા. જાધપુરના ઉમેદ મહેલમાં આ લગ્ન થયા હતા. લગ્નને લઇને શરૂઆતથી જ ચર્ચા રહી હતી. આખરે આ બંનેએ પણ લગ્ન કરીને તમામને ચોંકાવ્યા હતા. પ્રિયંકાના લગ્ન બાદના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ પહોંચ્યા હતા અને બંનેને શુભેચ્છા પાઠવી હતી.
બધાઈ હો ફિલ્મની ધૂમ રહી
ઓછા બજેટની ચર્ચા જગાવનાર ફિલ્મ બધાઈ હોની સક્સેસ એ વાત પુરવાર કરે છે કે, આપણું ઓડિયન્સ મેચ્યોર થઈ ગયું છે અને એ સારી અને ખરાબ ફિલ્મ્સ વચ્ચેનો ફરક કરી શકે છે. પાવરફુલ પરફોર્મન્સીસ, પંચ લાઈન્સ અને હિલેરિયસ સીક્વન્સીસના કારણ આ ફિલ્મ આ વર્ષની બિગેસ્ટ બ્લોકબસ્ટર્સમાં સામેલ છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાનાની સાથે સુરેખા સિકરી, નીના ગુપ્તા, સાન્યા મલ્હોત્રા અને ગજરાજ રાવ લીડ રોલ્સમાં છે.
અનુરાગ કશ્યપની મનમર્જિયાં ફ્લોપ રહી
મનમર્જિયા ફિલ્મમાં મોટા સ્ટાર હોવા છતાં આ ફિલ્મ ફ્લોપ પુરવાર થઇ હતી. રોમેન્ટિક ફિલ્મ બનાવવાના અનુરાગ કશ્યપના પહેલાં પ્રયાસની પ્રશંસા કરવી રહી. જેમાં વિકી કૌશલ, તાપસી પન્નુ અને અભિષેક બચ્ચન લીડ રોલ્સમાં હતા. અત્યારે જાવા મળતાં યંગ કપલ્સના કન્ફ્યુઝિંગ અને કમિટમેન્ટના અભાવવાળા સંબંધોને એમાં રજુ કરાયા છે. રુમી, વિકી અને રોબીને સમજાતું નથી કે, તેમના દિલની વાત સાંભળવી કે દિમાગની વાસના, પ્રેમ અને ઈચ્છાઓની વચ્ચે ઓડિયન્સીસને રોબી, વિકી અને રુમી ગમવા લાગ્યા હતા.
લવ સોનિયા ફિલ્મને લઇ ચર્ચા રહી આ ફિલ્મમાં બે બહેનોની ભયાનક કહાણી છે. જેમાંથી એકને તેમના દેવાદાર પિતા દ્વારા વેચી દેવામાં આવે છે ત્યારે તેમની નિર્દોષતા છીનવાઈ જાય છે. બીજી તેને બચાવવાની કોશિશ કરે છે. જાકે, તે પોતે ફસાઈ જાય છે. આ ફિલ્મ મુંબઈના રેડ લાઈટ એરિયાઝની ખરી ઝલક આપે છે. આ ફિલ્મમાં ફેન્ટાસ્ટિક કાસ્ટ હતી. જેમાં મૃણાલ ઠાકુર, રિયા સિસોદિયા, ફ્રીડા પિન્ટો, ડેમી મૂર, મનોજ બાજપેયી, રિયા ચટ્ટા, અનુપમ ખેર, આદિલ હુસૈન, રાજકુમાર રાવ અને સાઈ તમહાનકરનો સમાવેશ થાય છે.
રાધિકાની ફિલ્મે ચર્ચા જગાવી
ધારણા પ્રમાણે જ આ ફિલ્મના બોલ્ડ અભિનેત્રી રાધિકાની ભૂમિકા હોવાથી આ ફિલ્મની ચર્ચા પહેલાથી જ રહી હતી. આ ફિલ્મમાં અનેક બોલ્ડ અને સેક્સી સીન ઉમેરાયા હતા. ફિલ્મમાં આયુષ્યમાનની સાતે તબ્બુ અને રાધિકાની જાડી હતી. શ્રીરામ રાઘવનની થ્રિલર ડ્રામા અંધાધૂન એ આયુષ્માન ખુરાનાની બેસ્ટ ફિલ્મ્સમાં સામલે છે. આ ફિલ્મનો ઓપન-એન્ડેડ એન્ડિંગ ચર્ચાનો વિષય બન્યો હતો. આ ફિલ્મમાં આયુષ્માનની સાથે તબૂ અને રાધિક આપ્ટે પણ હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર પુરવાર રહી હતી. સોશિયલ મીડિયા પર પણ એની ખુબ ચર્ચા થઈ હતી.
ઇશા ગુપ્તાએ બોલ્ડ ફોટાથી ચર્ચા જગાવી
બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ઇશા ગુપ્તાએ વર્ષ ૨૦૧૮માં પણ સોશિયલ મિડિયા પર ભારે ચર્ચા જગાવી હતી. પોતાના બોલ્ડ અને સેક્સી ફોટાઓના કારણે તેને લાખો લાઇક્સ મળ્યા હતા. આના કારણે તેની બોલબાલા પણ વધી હતી. મોડલિંગ અને ફિલ્મોમાં સક્રિય રહેલી ઇશા ગુપ્તા સતત ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મિડિયા પર બિકીની અને અન્ય હોટ ફોટાઓ રજૂ કરતી રહી છે. હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં ચર્ચાસ્પદ ટોટલ ધમાલ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે એક દક્ષિણ ભારતની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. એક્ટિંગની સાથે સાથે ઇશા હમેંશા મોડલિંગની દુનિયામાં ફોટો શુટ કરાવે છે. તે પોતાના ફોટો હમેંશા ચાહકો સાથે શેયર કરે છે અને ભારે લોકપ્રિયતા મેળવે છે.
દિશા પટણીએ પણ હોટ ફોટાઓથી ચર્ચા જગાવી
ટાઇગર શ્રોફના પ્રેમમાં રહેલી નવી અભિનેત્રી દિશા પટણી પણ બોલીવુડમાં હાલ ચર્ચા જગાવી રહી છે. દિશાએ વારંવાર પોતાના હોટ ફોટાઓને લઇને સોશિયલ મિડિયા ઉપર ધૂમ મચાવી છે. બાગીમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા વધી છે. હાલમાં તે સલમાન ખાનની ફિલ્મ ભારતમાં કામ કરી રહી છે. જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફ સાથે તેના સંબંધોના લીધે પણ તે ચર્ચામાં છે.
રણબીર અને આલિયાના સંબંધો
બોલીવુડમાં યુવા પેઢીમાં લોકપ્રિય અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધોની ચર્ચા સતત જાવા મળી રહી છે. આ બંને હવે વર્ષ ૨૦૧૯માં લગ્ન કરી લેશે કે કેમ તેની પણ ચર્ચા છે. કપૂર પરિવારમાં આલિયા ભટ્ટને સ્વીકારી લેવામાં આવી છે. પ્રેમ સંબંધોનો સ્વીકા પણ થઇ ચુક્યો છે. બંને અનેક વખત એકબીજા સાથે નજરે પણ પડી ચુક્યા છે. આલિયા ભટ્ટના પરિવારના લોકો પણ રણબીરને સ્વીકારી ચુક્યા છે. સંબંધોને ગંભીરરીતે લઇ રહેલા રણબીર અને આલિયા હાલમાં એક સાથે ફિલ્મ પણ કરી રહ્યા છે. બ્રહ્મા† નામની ફિલ્મ ટૂંક સમયમાં રજૂ કરાશે
ટોપ સ્ટારોનો ફ્લોપ શો રહ્યો
૨૦૧૮માં ટોપ સ્ટાર અભિનેતાઓની કેટલીક ફિલ્મો ફ્લોપ રહી છે. જેમાં આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનો સમાવેશ થાય છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર નિષ્ફળ ગઇ હતી. આમીર ખાનની આ ફિલ્મ નિષ્ફળ જતાં ચાહકોમાં ચર્ચા રહી હતી. બીજી બાજુ સલમાન ખાનની રેસ-૩ ફિલ્મ પણ મોટા બજેટ સાથે તૈયાર કરવામાં આવી હોવા છતાં જોરદાર પ્રતિસાદ જગાવી શકી ન હતી. સલમાન, શાહરુખ અને આમિર ખાન જેવા સુપર સ્ટાર ફ્લોપ રહ્યા છે. અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા પણ હવે પ્રમાણમાં ઓછી રહી છે. નવી પેઢીના કલાકારો છવાયેલા રહ્યા છે.
પ્રિયા પ્રકાશ મોસ્ટ સર્ચ્ડ પર્સનાલીટી
પ્રિયા પ્રકાશ વોરિયર આ વર્ષે મોસ્ટ સર્ચ્ડ પર્સનાલિટી તરીકે જાહેર કરવામાં આવી છે. તે હાલના વર્ષોમાં ભારે લોકપ્રિયતા સોશિયલ મિડિયા પર હાંસલ કરી ચુકી છે. મલલાયમ સ્ટાર પ્રિયા પ્રકાશ તેની પિલ્મ ઓરુ અદ્દર લવમાં રહેલા તેના ગીતના કારણે ભારે લોકપ્રિય થઇ હતી. જેમાં તે સ્કુલમાં આંખ મારતી નજરે પડે છે. ગુગલ ઇÂન્ડયા દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. તેને સર્ચ કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. મલલાયમ સ્ટાર બાદ આ યાદીમાં બીજા સ્થાન પર પ્રિયંકા ચોપડાના પતિ નિક જાનસ રહ્યો છે. જાનસને સર્ચ કરનાર લોકોની સંખ્યા પણ લાખોમાં નોંધાઇ ચુકી છે. તેને સર્ચ કરનાર લોકોની યાદી હજુ પણ વધી રહી છે. આયાદીમાં પ્રિયંકા ચોપડા પોતે પણ સામેલ છે. તે ચોથા સ્થાને રહી છે. બીજા અને પાંચમા સ્થાન પર ડાન્સ પરફોર્મર સપના ચૌધરી રહી છે.
જેકલીન અને સની લિયોનની લોકપ્રિયતા અકબંધ
બોલીવુડમાં યુવા પેઢીમાં જેકલીન અને સની લિયોનની બોલબાલા પણ અકબંધ રહી છે. બંનેની કોઇ ફિલ્મ મોટી સુપરહિટ સાબિત થઇ નથી પરંતુ ચાહકોમાં તેન લોકપ્રિયતા અકબંધ રહી છે. યુવા પેઢીમાં જેકલીન સૌથી લોકપ્રિય અભિનેત્રી તરીકે રહી છે. બીજી બાજુ સની લિયોન પણ સ્થાન ટકાવી રાખવામાં સફળ રહી છે. સની લિયોનને હજુ પણ આઈટમ ગર્લ તરીકે પ્રથમ પ્રાથમિકતા મળી રહી છે. જ્યારે જેકલીન ટોપ સ્ટાર સાથે સૌથી આગળ રહી છે.
સારા અલી અને જ્હાનવી કપૂરની એન્ટ્રી
બોલીવુડમાં બે મોટી સ્ટાર અભિનેત્રીની પુત્રીઓ એન્ટ્ર કરી ગઈ છે જેમાં વિતેલા વર્ષોની અભિનેત્રી અમૃતાસિંઘની પુત્રી સારા અલી ખાનની કેદારનાથ ફિલ્મ સાથે એન્ટ્રી થઇ છે. તેની પ્રથમ ફિલ્મ રજૂ થાય તે પહેલા જ બીજી ફિલ્મ પણ તૈયાર થઇ ચુકી છે જે એક રેકોર્ડ છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીરસિંહ કામ કરી રહ્યો છે. સિમ્બા નામની આ ફિલ્મ ૨૮મી ડિસેમ્બરે રજૂ થઇ રહી છે જ્યારે કેદારનાથ તેની ડેબ્યુ ફિલ્મ હતી જેમાં સુશાંતની ભૂમિકા હતી. સારા અલી ખાનની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. બીજી બાજુ શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરે પણ ધડક ફિલ્મ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પાસે પણ હાથમાં કેટલીક ફિલ્મો આવી ચુકી છે. આ બે અભિનેત્રીઓ વચ્ચે આવનાર સમયમાં સીધી સ્પર્ધા જામનાર છે.
શ્રીદેવીનું નિધન
બોલીવુડની ચાંદની તરીકે ગણાતી શ્રીદેવીનું ૨૦૧૮માં જ અવસાન થયું હતું. શ્રીદેવીના અવસાનથી બોલીવુડની સાથે સાથે ભારતીય ચાહકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. શ્રીદેવી દુબઈમાં હતી ત્યારે જ હાર્ટએટેકના કારણે તેમનું એકાએક નિધન થતાં કરોડો ચાહકો આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. ૨૪મી
ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે શ્રીદેવીનું નિધન થયું હતું. શ્રીદેવી ૫૫ વર્ષની હતી. શ્રીદેવીને હિન્દી ફિલ્મોની પ્રથમ સુપર સ્ટાર તરીકે પણ ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં શ્રીદેવીને પદ્મશ્રી સન્માનથી નવાઝવામાં આવી હતી. શ્રીદેવી બોની કપૂરના ભાણિયા મોહિત મારવાના લગ્નમાં ભાગ લેવા માટે પરિવાર સાથે દુબઈ પહોંચી હતી. ખુબ જ શાનદાર લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન કાર્યક્રમમાં શ્રીદેવી ખુબ ખુબસુરત અને તમામની સાથે નજરે પડી હતી. સંગીત કાર્યક્રમમાં પણ દેખાઈ હતી. શ્રીદેવી પર હાર્ટએટેક થતાં તેમનું અવસાન થયું હતું. તેમના પતિ બોની કપૂરના નાના ભાઈ અને અભિનેતા સંજય કપૂરે શ્રીદેવીના અવસાનની જાહેરાત કરી હતી. ૧૧.૩૦ વાગે રાત્રે શ્રીદેવીના અવસાનની જાહેરાત કરવામાં આવી હતી.
રીટા ભાદુરીનું અવસાન
લોકપ્રિય અભિનેત્રી રીટા ભાદુરીનું જુલાઈ મહિનામાં અવસાન થતાં બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. સાવન કો આને દો, જુલી, હીરો નંબર વન અને બેટા જેવી ફિલ્મો મારફતે પોતાની અલગ ઓળખ ઉભી કરનાર રીટા ભાદુરીના અવસાનથી બોલીવુડના તમામ લોકોએ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. રીટા ભાદુરી છેલ્લે ટીવી સિરિયલ નિમ કી મુખિયામાં નજરે પડી હતી જેમાં તેમની ઇમ્રતીદેવીની ભૂમિકા લોકપ્રિય રહી હતી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ રીટા ભાદુરીના લાંબા સમય સુધી સંબંધ હતા. ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાં તેમને ગણવામાં આવે છે. એક ભોજપુરી ફિલ્મમાં પણ ભુમિક ભજવી હતી. ૭૦, ૮૦ અને ૯૦ના દશકમાં રીટા ભાદુરીએ અનેક ફિલ્મોમાં સહઅભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. રાજશ્રી પ્રોડક્શનની સાવન કો આને દો અને ૧૯૯૫માં આવેલી રાજા માટે રીટા ભાદુરીને વિશેષરીતે ઓળખવામાં આવે છે.