અનિલ અને માધુરી લાંબા સમય બાદ ફરી એક સાથે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: વિતેલા વર્ષોમાં અનેક સુપરહિટ ફિલ્મ આપી ચુકેલી જાડી અનિલ કપુર અને માધુરી દિક્ષીત લાંબા સમય બાદ ફરી એક સાથે કામ કરી રહ્યા છે.  ફિલ્મ  ટોટલ ધમાલનુ શુટિંગ આખરે શરૂ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મ સાતમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં હવે સેક્સી ઇશા ગુપ્તાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  ફિલ્મને લઇને જારદાર કામ શરૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં અનિલ કપુર, અજય દેવગનની પણ મુખ્ય ભૂમિકા છે. ફિલ્મમાં અભિનેત્રી તરીકે માધુરી દિક્ષિતને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મિડિયા પર ફિલ્મના સેટ્‌સ પરથી કાસ્ટને લઇને ફોટા જારી કરવામાં આવી રહ્યા હતા. હવે માધુરી દિક્ષિતનો ફોટો જારી કરવામાં આવ્યો છે. ટોટલ ધમાલ ફિલ્મમાં માધુરી દિક્ષિતનો પ્રથમ લુક જારી કરવામાં આવ્યા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. માધુરીનુ લુક હજુ પણ પહેલા જેવુ જ ફ્રેશ છે.

આ પહેલા માધુરી ગુલાબ ગેંગ અને અન્ય કેટલીક ફિલ્મોમાં નજરે પડી ચુકી છે. માધુરીની પ્રથમ મરાઠી ફિલ્મ બકેટ લિસ્ટ પણ જારી કરવામાં આવી હતી. હાલના ફોટોમાં માધુરી સફેદ શર્ટ અને બ્લુ જિન્સમાં નજરે પડી રહી છે. જા કે આ ખુ જ સામાન્ય આઉટફિટ છે. તેમ છતાં માધુરી તેમાં ગ્લેમરસ નજરે પડી રહી છે. આ ઉપરાંત ફિલ્મના સેટ પરથી બાકીના કલાકારોના ફોટો પણ આવી રહ્યા છે જેમાં રિતેશ દેશમુખ, અરશદ  વારસી, જાવેદ જાફરીનો સમાવેશ થાય છે. અજય દેવગન ખાસ રોલમાં છે. આ ફિલ્મમાં લાંબા સમય બાદ અનિલ કપુર અને માધુરી દિક્ષિતની જાદુઇ જાડી નજરે પડનાર છે. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો ટોટલ ધમાલ ફિલ્મ થ્રીડી ફોર્મેટમાં રજૂ કરવામાં આવનાર છે.

 

Share This Article