બોલિવૂડ અભિનેત્રી અદા શર્માએ અંગત જીવન વિશે કર્યો ખુલાસો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દેશમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્મા હાલ તેની ફિલ્મને લઈને તેની ચર્ચામાં દેશભરમાં થઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. અદા શર્મા ફિલ્મની ભવ્ય સફળતા બાદ ઘણા ઇન્ટરવ્યુ આપી રહી છે. અદા શર્માએ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેના અંગત જીવન વિશે કેટલાક ખુલાસા કર્યા છે. તે કોઈના પ્રેમમાં છે અને રિલેશનશિપમાં છે.

અભિનેત્રીને તેની લવ લાઈફ વિશેના સવાલના જવાબમાં કહ્યું હતું કે, મારી બાજુથી હું રિલેશનશિપમાં છું. ફક્ત તે તેની બાજુથી જ કહી શકે છે. પરંતુ તે શું વિચારે છે તેના વિશે તે કંઈ કહી શકતી નથી. તેણીએ કહ્યું કે તેણી તેને પ્રેમ કરે છે, પરંતુ તેણીને ખાતરી નથી કે તે ક્યારેય સંબંધ સ્વીકારશે. વારંવાર વિનંતી કરવા છતાં પણ અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડનું નામ જાહેર કર્યું ન હતું.  અદા શર્માએ તેની બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને હવે તે ‘કમાન્ડો ૪’માં જોવા મળશે. અદા આ ફિલ્મમાં એક્શન કરતી જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રીની સાથે બોલિવૂડનો એક્શન હીરો વિદ્યુત જામવાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Share This Article