નવી દિલ્હી : દુનિયાની મહાકાય વિમાન બનાવતી કંપની બોઇંગે ભારતીય કંપનીઓ પાસેથી જંગી ઓર્ડર મેળવી લીધો છે. અમેરિકાની વિમાન બનાવતી કંપની બોઇંગને આગામી ૨૦ વર્ષમાં ૩૨૦ અબજ ડોલરની કિંમતના ૨૩૦૦ નવા વિમાનોનો ઓર્ડર મળી જવાની શક્યતા છે. ભારતીય કંપનીઓ પાસેથી આ ઓર્ડર સૌથી મહાકાય અને રેકોર્ડ સમાન રહે તેવી શક્યતા છે. ૨૦૨૭ સુધીના ગાળામાં અમેરિકાની કંપનીનો અંદાજ ૨૦૩૬ સુધી ૨૧૦૦ જેટની અગાઉની આગાહી કરતા પણ વધારે રહેશે.
ઉડ્ડયનના ક્ષેત્રમાં ભારતીય બજાર સૌથી ઝડપથી ઉભરી રહ્યું છે. ભારતમાં થોડાક વર્ષોમાં સ્થાનિક વિમાની યાત્રીઓના ટ્રાફિકમાં ૨૦ ટકાથી વધુનો વધારો થઇ ચુક્યો છે. બોઇંગને આશા છે કે, ૨૦૨૦ સુધી ત્રીજા સૌથી મોટા કોમર્શિયલ ઉડ્ડયન માર્કેટમાં બોઇંગની હિસ્સેદારી અનેકગણી વધી જશે. બોઇંગ વિશ્વના જુદા જુદા દેશો પાસેથી મોટાપાયે ઓર્ડર લેવામાં વ્યસ્ત છે અને તેની કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અતિઝડપથી કામ કરી રહ્યા છે અને આવનાર સમયમાં ભારત સહિતના દેશોની માંગને પહોંચી વળવા આ કંપનીના કર્મચારીઓ આગળ વધે તેવ શક્યતા છે. બોઇંગ વિશ્વની સૌથી મોટી વિમાન બનાવતી કંપની પૈકીની છે.