બોઇંગ ૭૩૭ મેક્સ-આટ ઉપર ૧૩ દેશોમાં પ્રતિબંધ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : બોઇંગ ૭૩૭ મેક્સ-૮ વિમાનો પર પ્રતિબંધ મુકનાર દેશોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંખ્યા આગામી દિવસોમાં વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. તેમની એરસ્પેસની ક્ષમતાને પણ બંધ કરવાની જાહેરાત કરી છે. જે દેશો દ્વારા આ વિમાનની સેવા બંધ કરી દીધી છે તેમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઓમાન, ઇથિઓપિયા, ચીન, આયરલેન્ડ, ઇન્ડોનેશિયા, મોરોક્કો અને બ્રિટનનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ ઓછામાં ઓછી ૨૭ એરલાઇનવ્સ દ્વારા મેક્સ આઠ પર પ્રતિબંધ મુકી દીધો છે. એર પ્લેન્સ ફ્લાય કરવામાં તકલીફોનો સામનો કરી રહી છે.

સ્પાઇસ જેટે આજે સવારે કહ્યુ હતુ કે ડીજીસીએના આદેશ બાદ બોઇંગ ૭૩૭ની સેવા સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. કેટલાક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા આદેશ જારી કરવામાં આવ્યા હોવા છતાં એરલાઇન્સના કેટલાક બોઇંગ ૭૩૭ મેક્સ ઓપરેટિંગમાં છે. આ આદેશ માત્ર સ્પાઇસ જેટ માટે છે.જેટ એરવેઝ પાસે પાંચ  બી ૭૩૭ પણ છે. લાંબા ગાળા બાદ સુરક્ષા પાછા પર વિચારણા ચાલી રહી છે. રવિવારના દિવસે વિમાન દુર્ઘટના થઇ હતી. ત્યારબાદથી એક પછી એક પ્રશ્નો સુરક્ષાને લઇને ઉભા થઇ રહ્યા હતા.

હાલમાં કુલ બે વિમાન દુર્ઘટના થઇ છે. જેમાં ૩૪૬ યાત્રીઓના મોત થયા છે. વિમાનમાં કેટલીક ખામી હોવાના કારણે હવે વૈજ્ઞાનિકો અને બોઇંગ કંપની તરફથી પણ કેટલાક ખુલાસા કરવામાં આવ્યા છે. વિમાનમાં કેટલીક ખામીઓના સંબંધમાં પાયલોટ તરફથી પણ વાત કરવામાં આવી ચુકી છે.

Share This Article