સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

૭ જેટલી થાઇલેન્ડની યુવતીઓને દેહ વિક્રયના વ્યવસાયમાંથી મુક્ત કરાવાઈ
સુરત
: આજકાલ સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.. આવા જ સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો સુરતમાં પર્દાફાશ થયો છે. સુરતના અલથાણ અને વેસુ વિસ્તારમાં સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.. અને સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વિક્રેયના ધંધાનો પર્દાફાશ કરાયો હતો. વેસુ વિસ્તારની હોટેલ એમ્બેઝમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.અને દરોડા દરમ્યાન સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. DCP ઝોન-૪ દ્વારા સ્પામાં રેડ કરવામાં આવી હતી.. જે દરમ્યાન ૭ ગ્રાહકોની ધરપકડ કરાઇ હતી.. અને ૭ જેટલી થાઇ લેન્ડની યુવતીઓને દેહ વિક્રયના વ્યવસાયમાંથી મુક્ત કરાવવામાં હતી. દરમ્યાન સ્પા સંચાલક ચંચલ રાજપૂત ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.. પોલીસે સ્પા સંચાલક સહિત ૩ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.જે થાઇલેન્ડની યુવતીઓ સ્પા પરથી મળી આવી હતી.. તેમના પાસપોર્ટ અને વિઝા સંબંધિત તપાસ હાલ ચાલુ છે.

TAGGED:
Share This Article