અક્ષય કુમારને બોલિવુડમાં સૌથી વધારે શિસ્ત પાળનાર સ્ટાર પૈકી એક તરીકે ગણવામાં આવે છે. ડિસિપ્લીન લાઇફસ્ટાઇલને કઠોર રીતે ફોલો કરનાર અક્ષય કુમાર આજે આધુનિક ભાગદોડની લાઇફમાં તમામ માટે પ્રેરણાસમાન છે તેમા કોઇ બે મત નથી. અક્ષય કુમાર આજે જે રીતે લાઇફસ્ટાઇલ જાળવે છે તે દિશામાં તમામ લોકો આગળ વધીને તેમની લાઇફસ્ટાઇલને નિયમિત અને સ્વસ્થ બનાવી શકે છે.અક્ષય કુમારની બોડી ફિટનેસ આજે તમામ માટે એક આદર્શ તરીકે છે. જો કે ખુબ ઓછા લોકો આ અંગે માહિતી ધરાવે છે કે અક્ષય કુમારે બોલિવુડમાં કેરિયરની શરૂઆત કરતા પહેલા જ ફિટનેસને લઇને તેની શિસ્ત લાઇફસ્ટાઇલ શરૂ કરી હતી. તે ટેકવોન્ડોમાં પહેલાથી જ બ્લેક બેલ્ટ છે. માર્શલ આર્ટસ અને થાઇલેન્ડમાં લોકપ્રિય મુવે થાઇમાં તે કુશળતા ધરાવે છે. શેફ તરીકે અક્ષય કુમાર કામ કરી ચુક્યો છે. જેથી પૈસાનુ મુલ્ય શુ છે તે સારી રીતે જાણે છે.
શુન્યથી લઇને આજે બોલિવુડમાં સૌથી મોંઘા અને માંગ ધરાવતા સ્ટાર તરીકે તેની કેરિયરમાં અનેક ઉતારચઢાવ આવ્યા છે. અક્ષય કુમાર ડિલિપ્લીન લાઇફ ફોલો કરે છે. બોરિંગને ટાળવા માટે જુદા જુદા પ્રકારના વર્કઆઉટ રૂટીન કરે છે. અક્ષય કુમારની તમામ ઉપયોગી ટિપ્સ પૈકી એક ટિપ્સ છે કે ફિટ અને હેલ્થ રહેવા માટે શરીરને રૂટીન કસરતની ટેવ પાડવાની જરૂર છે. આજે તેની ફિટનેસ ટિપ્સ મેળવી લેવા માટે મોટી સંખ્યામાં બોલિવુડ સ્ટાર તેની પાસે આવે છે. તે અનેક હિરોના પ્રેરણાસમાન છે. અક્ષય કુમારની એક ખાસ બાબત એ પણ છે કે તે સાંજે સાત વાગે તેના છેલ્લા વખતના ભોજનને લઇ લે છે. ભોજન લીધા બાદ તે બે કલાક પછી જ બેડ પર જતો રહે ચે. ફિટનેસ એક્સપર્ટ ડીને પાન્ડે દ્વારા અક્ષયની ફિટનેસ માટેના મંત્ર આપ્યા છે. અક્ષય હવે પહેલા કરતા વધારે હોટ નજરે પડે છે. માર્શલ આર્ટસ, સતત વર્કઆઉટ અને કઠોર ડાયટના કારણે તે એજિંગ પ્રક્રિયાને રોકવામાં સફળ સાબિત થઇ રહ્યો છે. નવમી સપ્ટેમ્બરના દિવસે ૧૯૬૭માં પંજાબમાં તેનો જન્મ થયો હતો. તેના બાળપણનુ નામ રાજીવ હરિઓમ ભાટિયા રહ્યુ હતુ. ૧૭મી જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે અક્ષય કુમારે ટવિન્કલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમના બે બાળકો આરવ અને નિતારા છે. અક્ષયના ફિટનેસ મંત્ર તરીકે હેલ્થ મેટર મોસ્ટ છે. અક્ષય ફિટનેસ ફ્રીક એક્ટર તરીકે છે. માર્શલ આટ્ર્સ, એડવેન્ચર્સ સ્પોર્ટસ અને નેચરલ થેરાપી તેમજ ડિસીપ્લીન લાઇફના કારણે અક્ષય કુમારે સ્પોર્ટી બોડી મેળવી છે.
તે બાસ્કેટબોલ રમે છે. ટ્રેકિંગ તેને પસંદ છે. તેને સીઢી ચડવાનુ પસંદ છે. સિંગ ઇઝ કિંગના શુટિંગ દરમિયાન તે સિંગાપોરમાં ૭૪ ફ્લોર પર ચઢ્યો હતો. તેના જીમમાં એક આર્ટિફશિયલ ટ્રીની પણ સુવિધા ઉભી કરી છે. જે તેની ક્લાઇબિંગ પ્રત્યે ક્રેઝને દર્શાવે છે. તેના ફિટનેસ મંત્રને ને લઇને તે પોતે વાત કરે છે. તેનુ કહેવુ છે કે તે હેલ્થ મેટર મોસ્ટને ખાસ ગણે છે. રૂટીન આધાર પર કસરત કરે છે. તેની લાઇફસ્ટાઇલની દરરોજની વાત કરવામાં આવે તો અક્ષય દરરોજ સવારે ૪-૩૦ વાગે ઉઠી જાય છે. ત્યારબાદ એક કલાક માટે સ્વિમિંગમાં જાય છે. ત્યારબાદ એક કલાક માર્શલ આર્ટ કરે છે. ત્યારબાદ યોગા અને એક્સરસાઇઝ કરે છે. ત્યારબાદ એક કલાક સુધી મેડિટેશન કરે છે. તેના ફિટનેસ સિક્રેટ તરીકે વહેલી સવારે ઉઠી જવાની બાબત રહેલી છે. તે જુદા જુદા પ્રકારની કસરત કરે છે. તેનુ માનવુ છે કે માર્શલ આર્ટસ અને યોગા ફિજિકલ ફિટનેસ આપે છે. સાથે સાથે આંતરિક સંતુલન આપે છે.
તે નેચરલ થેરાપીમાં વિશ્વાસ રાખે છે. તે માને છે કે આના કારણે તે ફિટ અને હોટ રહે છે. તેના ડાયચ પ્લાનની વાત કરવામાં આવે તો ખેલાડી સ્ટાર શિસ્તમાં માને છે. તે ઘરમાં બનેલી ચીજોને જ પસંદ કરે છે. કેટલાક ઇન્ટરવ્યુમાં તે પોતે કહી ચુક્યો છે કે તે સાંજે છ વાગ્યા સુધીમાં તેના ડિનરને પૂર્ણ કરી નાંખે છે. તે શરાબથી દુર રહે છે. સ્મોકિંગથી દુર રહે છે. પાર્ટીથી દુર રહે છે. રસપ્રદ બાબત એ છે કે અક્ષય કુમારે ક્યારેય ચા કોફીનો સ્વાદ માણ્યો નથી. તેના વર્ક આઉથી સારા પરિણામ હાંસલ કરવા માટે ડાયટ પ્લાનને પાળે છે. નિકોટીન અને કેફીનથી દુર રહે છે. તેના ડાયટની વાત કરવામાં આવે તો બ્રેકફાસ્ટમાં તે પરાઠા અને એક ગ્લાસ દુધ લે છે. બપોરમાં ફ્રુટ એક કટોરી લે છે. લંચમાં રોટલી, દાળ, ગ્રીન વેજિટેબલ્સ, તિકન અને એક કટોરી દહી લે છે. સાંજે ફ્રેશ જ્યુસ ખાંડ વગર લે છે. ડિનરની વાત કરવામાં આવે તો તે ખુબ લાઇટ ડિનર મેળવે છે. જેમાં સુપર, સલાદ અને વેજિનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર બોલિવુડમાં શિસ્તમાં રહેનાર સ્ટાર તરીકે છે. અક્ષય કુમારના વર્ક આઉટની વાત કરવામાં આવે તો ફિટનેસને લઇને તે સાવધાન રહે છે. અક્ષયની હાઇટ ૬ ફુટ એક ઇંચની છે. સાથે સાથે તેનુ વજન ૧૭૬ એલબીએસ છે.