ચોમાસામાં પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે ગુજરાતનું આ સ્થળ

Rudra
By Rudra 1 Min Read

સાપુતારા : ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે હાલ ડાંગ જિલ્લામાં વરસાદ સાથે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. વરસાદમાં પહાડો પરથી ઝરણાઓ વહેતા થયા થયાં છે. ગીરા ધોધ અને શંકર ધોધ સહિત ઝરણાં પણ સક્રિય થયો છે. સાપુતારામાં આગામી સમયમાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ થવાનો છે. આ પહેલાં જ બોટિંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. વડોદરામાં થયેલી હરણી બોટ દુર્ઘટના બાદ સાપુતારામાં બોટિંગ એક્ટિવિટી બંધ કરી દેવાઈ હતી. જે હવે શરૂ કરાઈ છે. પ્રવાસીઓની સુરક્ષા ને ધ્યાનમાં રાખી યોગ્ય ચોકસાઈ બાદ બોટિંગ એક્ટિવિટી ફરી શરુ કરવામાં આવી છે. મોનસુન ફેસ્ટીવલ પહેલા બોટિંગ શરૂ થતા સ્થાનિક વેપારીઓમાં આનંદ જાેવા મળ્યો છે.

લાંબા સમયથી બંધ નૌકાવિહારની પ્રવૃત્તિ ફરી શરૂ કરવામાં આવી છે. વડોદરાના હરણીમાં થયેલી બોટ દુર્ઘટના બાદ સાપુતારામાં પણ બોટિંગ બંધ કરી દેવાયું હતું. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાપુતારામાં યોગ્ય ચોકસાઈ બાદ બોટિંગ ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ પહેલા બોટિંગ શરૂ થતાં સ્થાનિક વેપારીઓમાં પણ આનંદની લાગણી જાેવા મળી છે.

Share This Article