BMW જોયફેસ્ટ વીકએન્ડ અમદાવાદના રહેવાસીઓને રોમાંચિત કરે છે.

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

BMW ઈન્ડિયા 12-13 ફેબ્રુઆરી, 2022 ના રોજ અમદાવાદમાં તેનો ખાસ ડ્રાઈવિંગ પ્રોગ્રામ – BMW JOYFEST 2022 યોજી રહી છે. આ બહુપ્રતિક્ષિત કાર્યક્રમ કન્ટેઈનર ડેપો, ખોડિયાર, અમદાવાદ, ગુજરાતમાં યોજાશે. સેંકડો ગ્રાહકો અને સંભવિતોને BMW’s ‘શિયર ડ્રાઈવિંગ પ્લેઝર’ અને MINI’s ‘ગો- કાર્ટ ફીલિંગ’નો અનુભવ કરવા મળશે.

આ બે દિવસના કાર્યક્રમમાં BMW અને MINI પ્રોડક્ટ પોર્ટફોલિયોની અદભુત રેન્જની ડ્રાઈવિંગ ગતિશીલતા, આધુનિક કાર્યશીલતા અને ઉચ્ચ કામગીરી પ્રદર્શિત કરવામાં આવશે. બહુશહેરી BMW જોયફેસ્ટ ભારતભરનાં 13 શહેરોમાં યોજાઈ રહ્યો છે.

આ મંચ ગ્રાહકો અને સંભવિતોને BMW, MINI અને BMW મોટરેડ બ્રાન્ડ્સ એક છત હેઠળ અનુભવવા મળશે. તેઓ નિષ્ણાતની દેખરેખમાં નવીનતમ વાહનોની ટેસ્ટ ડ્રાઈવ લઈ શકે છે અને પ્રોડક્ટ નિષ્ણાતો સાથે આદાનપ્રદાન પણ કરી શકશે. BMW સર્ટિફાઈડ ટ્રેનર્સ સ્લેલોમ, ફાસ્ટ લેપ્સ, કોર્નર બ્રેકિંગ અને ઈમરજન્સી બ્રેકિંગ જેવી ડ્રાઈવિની શિસ્ત અને ટેક્નિક્સ પર મૂલ્યવાન સલાહ આપશે. BMW સેડાન્સ, સ્પોર્ટસ એક્ટિવિટી વેહિકલ્સ (SAVs) અને MINI કાર્સની નવીનતમ રેન્જ ટેસ્ટ ડ્રાઈવ્ઝ માટે ઉપલબ્ધ થશે. BMW M340i xડ્રાઈવ અને BMW મોટરેડ મોટરસાઈકલ્સ આ કાર્યક્રમ ખાતે વિશેષ પ્રદર્શનમાં મુકાશે.

Share This Article