મુંબઈ: કંપનીના મુન્ના ઝીંગાડાના ભારત પ્રત્યાર્પણની કાયદાકીય લડાઈ વચ્ચે સીબીઆઈ હવે દાઉદ ટોળકીના વધુ એક સભ્યને ભારત લાવવાની તૈયારીમાં છે. દાઉદના નજીકના સાથી સેમને ભારત લાવવાની તૈયારી ચાલી રહી છે.
મુંબઈ પોલીસના ટોચના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, સેમને મહારાષ્ટ્ર એટીએસ દ્વારા લાવવામાં આવનાર છે. મહારાષ્ટ્ર એટીએસના એક કેસમાં તેનું નામ સપાટી ઉપર આવ્યું છે. આ કેસના સંદર્ભમાં થોડાક મહિના પહેલા જ જાગેશ્વરીમાંથી ફૈઝલ ખાન અને ગાંધીધામમાંથી અલ્લારખાં અબુબકરને પકડી પાડવાં આવ્યા હતા. સેમ આ કેસ ઉપરાંત યુપી એટીએસના કેસમાં પણ વોન્ટેડ રહેલો છે. આ બે કેસના સંદર્ભમાં સેમની સાથે ફારુક દેવાડીવાલા પણ સામેલ છે.
બંનેને થોડાક મહિના પહેલા જ પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ફૈઝલ અને અલ્લારખાની ભારતમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાને ફારુકને પોતાના નાગરિક તરીકે ગણાવીને દુબઈ પોલીસથી તેને પાકિસ્તાન બોલાવી લીધો હતો. જ્યારે સેમને પાકિસ્તાન બોલાવવામાં સફળતા હાથ લાગી ન હતી. હવે સેમને ભારત લાવવામાં આવશે.