અમદાવાદ : અગ્રણી મેટ્રો બજારોમાં સફળ લોન્ચિંગ બાદ ભારતના અગ્રણી હોટેલ ઓપરેટર્સમાંના એક બ્લૂમ હોટેલ ગ્રૂપે ગુજરાતના બજાર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાજેતરમાં ગુજરાતમાં તેની સૌપ્રથમ મિલકત લોન્ચ કરનાર ગ્રૂપે આગામી 24 મહિનામાં સુરત, વડોદરા અને ગીફ્ટ સિટી સહિત અગ્રણી બજારોમાં વધુ 10 હોટેલ્સ શરૂ કરવાના સંકેત આપ્યા છે. જૂથે તાજેતરમાં અમદાવાદમાં એસજી રોડ પર 68 રૂમની એક હોટેલ શરૂ કરી છે.
બ્લૂમ હોટેલ ગ્રૂપના સીઓઓ શ્રી સંજીવ શેઠીએ બ્રાન્ડના ગુજરાત પ્રવેશ અંગે જણાવતા કહ્યું કે, ‘ગુજરાતમાં અમારી સૌપ્રથમ હોટેલ લોન્ચ કરવાની જાહેરાત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે અને આગામી કેટલાક સમયમાં વધુ હોટેલ્સ લોન્ચ કરવા સાથે રાજ્યમાં વિકાસની ઉત્કૃષ્ટ સંભાવનાઓ અમે જોઈ રહ્યા છીએ. અમે ભાગ્યશાળી છીએ કે ગુજરાતમાં બ્લૂમ જેવી પ્રતિષ્ઠિત અને નવીન કંપની સાથે મીડ-માર્કેટ હોટેલ્સ ઊભી કરવા અને તેના સંચાલન માટે રોકાણકારો વ્યાપક પ્રમાણમાં હિતો જોવા જોઈ રહ્યા છે. મિલકતોના માલિકોને તેમની મિલકતના શ્રેષ્ઠ ઉપયોગ મારફત ઉત્કૃષ્ટ વળતર પૂરું પાડવાના અમારા આગ્રહને કારણે આ બધું શક્ય બન્યું છે. મિલકતોના માલિકો માત્ર સફળ ભાગીદારી ઊભી કરવાના અમારા પ્રામાણિક અભિગમની જ પ્રશંસા નથી કરતા પરંતુ તેઓ પ્રતિ રૂમ ઓછા ખર્ચે ઝડપથી પ્રોજેક્ટ્સને અમલમાં મૂકવાની અમારી ક્ષમતા તરફ પણ આકર્ષાયા છે. સૌથી મહત્વની બાબત એ છે કે અમે પ્રત્યેક બજારમાં પ્રથમ ડીલ સાઈન કરવા માટે પ્રેફરેન્શિયલ સ્ટ્રક્ચર પણ ઓફર કરીએ છીએ. આ બાબત રોકાણકારોમાં ખૂબ જ સફળ થઈ રહી છે. અમે જે કંઈ કરીએ છીએ તેમાં શ્રેષ્ઠ કામ કરવાનો અમારો પ્રયાસ હોય છે. – તેનો અર્થ એ છે કે અમે શ્રેષ્ઠ સાઈટ પસંદ કરીએ છીએ, અમે શ્રેષ્ઠ હોટેલ ડેવલપમેન્ટ પાર્ટનર્સની પસંદગી કરીએ છીએ અને શ્રેષ્ઠ ઉત્પાદન રજૂ કરીએ છીએ. અમે તેને બ્લૂમિંગ યોર બેસ્ટ કહીએ છીએ.’
છેલ્લા પાંચ વર્ષમાં ધ બ્લૂમ બ્રાન્ડે ખૂબ જ નવીન, ઉત્કૃષ્ટ ઉત્પાદન અને પ્રોપર્ટી ક્લાઉડ આધારિત ટેક પ્લેટફોર્મ સાથે મીડ-માર્કેટ હોટેલ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. આજે આ ઉત્પાદન એશિયાની અગ્રણી અફોર્ડેબલ હોટેલ બ્રાન્ડમાંની એક તરીકે વ્યાપક સ્તરે સ્વીકૃત બની છે અને તેણે ઉદ્યોગના અગ્રણી નિષ્ણાતો અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સનો વિશ્વાસ જીત્યો છે. વર્ષ 2019માં બ્રાન્ડને બ્લૂમરૂમ્સ @ જનપથ માટે ‘હોટેલ ઓફ ધ યર’ અને ‘કન્સેપ્ટ ઓફ ધ યર’ મળ્યા હતા. બ્લૂમરૂમ્સ મિલકત સોંપવામાં આવ્યાના 100 દિવસથી ઓછા સમયમાં બ્લૂમરૂમ્સ @ હોટેલ શરૂ થઈ ગઈ હતી, જેણે ઉદ્યોગ માટે એક નવો વિક્રમ સ્થાપ્યો હતો. બધી જ બ્લૂમ હોટેલ્સ તેમના સંબંધિત બજારોમાં રેટ અને ઓક્યુપન્સીની બાબતમાં અગ્રેસર છે અને વફાદાર મહેમાનોના રીપીટ રેટમાં પણ તે અગ્રણી સ્થાન ધરાવે છે તેમજ અગ્રણી રીવ્યૂ સાઈટ્સ પર ટોપ રેન્ક ધરાવે છે અને બ્રાન્ડમાં ફેરફાર તરફ નજર દોડાવતા નવા અને વર્તમાન હોટેલ માલીકો માટે આકર્ષક પસંદગી બને છે.
હાલમાં બ્લૂમ દિલ્હી, ગુરુગ્રામ, ગોવા, બેંગાલુરુ, અમૃતસર, ઉદયપુર અને ઋષિકેશ સહિત ભારતના અગ્રણી બજારોમાં સેગ્મેન્ટ લીડિંગ હોટેલ્સ તરીકે કામ કરે છે. કંપનીએ વર્ષ 2021 સુધીમાં 100 હોટેલ્સ શરૂ કરવાનો લક્ષ્યાંક બનાવ્યો છે અને કેરળ, પૂણે, જયપુર, વારાણસી સહિત નવા બજારો પર આક્રમક રીતે નજર દોડાવી રહી છે.