PM મોદીના જનમદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં 378 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ: ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર, શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની બેઠક 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસે કરી ઓપરેશન સિંદૂરની સફળતાની તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે PMનાં જન્મદિનની પૂર્વસંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એકસાથે 378 સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા સ્તરે અને ત્યારબાદ તાલુકા સ્તરે રક્તદાન શિબિરોના આયોજનની ચોક્કસ યોજના, કાર્યક્રમના સ્થળો, કાર્યક્રમના ઇન્ચાર્જ સહિતની તમામ જવાબદારી નક્કી કરી યાદીઓ બનાવવાની તૈયારી કરી હતી. સાથે તા: 13/9/2020નાં આજ રોજ શનિવારે સવારે ૯ કલાકે સમગ્ર રાજ્યમાં “નમો કે નામ રક્તદાન”જાગૃતિ રેલીનું સફળ આયોજન પણ કરવામાં આવેલ. આ રક્તદાન કાર્યક્રમની નોધણી “official book of world records” અને “World book of records” લંડનમાં પણ થઈ ચૂકી છે.

અત્યાર સુધી રક્તદાન શિબિરનું ઓનલાઇન ૬૫ હજાર તેમજ ઓફલાઈન 60 હજાર સુધીનું રજિસ્ટ્રેશન એટલે કુલ 1,25,000 રક્તવીરોએ રજિસ્ટ્રેશન કરેલ છે. આ રક્તદાન શિબિરનું આયોજન PM નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ કરેલ છે. જેનું નામ અમે “નમો કે નામ રક્તદાન” રાખ્યું છે.

Share This Article